IPL માં એકપણ મેચ રમ્યા વગર બે વખત ચેમ્પિયન બન્યો આ ખેલાડી, નામ જાણીને ચોંકી જશો
ગુજરાત ટાઇન્ટસે પાછલા વર્ષે કુલ 8 વિદેશી ખેલાડીઓને સામેલ કર્યાં હતા. આ સ્ક્વોડમાં વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર ડોમિનિક ડ્રેક્સ પણ સામેલ હતો. ડ્રેક્સને ગુજરાતે 1.10 કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ તેને ક્યારેય પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહીં અને તે ચેમ્પિયન ટીમનો ભાગ બન્યો હતો.
ડોમિનિક ડ્રેક્સ પહેલા આઈપીએલ 2021માં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં હતો, તેને સિઝનમાં એકપણ મેચ રમવાની તક મળી નહીં, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ચેમ્પિયન બની હતી.
આઈપીએલ 2021માં ઓલરાઉન્ડર સેમ કરનના ઈજાગ્રસ્ત થયા બાદ ડોમિનિક ડ્રેક્સને રિપ્લેસમેન્ટના રૂપમાં ટીમની સાથે જોડવામાં આવ્યો હતો. ડોમિનિક ડ્રેક્સે તે સિઝનમાં અનકેપ્ડ ખેલાડી તરીકે એન્ટ્રી લીધી હતી.
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમનો ભાગ બન્યા બાદ ડોમિનિક ડ્રેક્સને વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં જગ્યા મળી હતી.
ડોમિનિક ડ્રેક્સે વેસ્ટ ઈન્ડિઝ માટે અત્યાર સુધી કુલ 10 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 6 વિકેટ અને બેટિંગમાં 15 રન બનાવ્યા છે. ડોમિનિક ડ્રેક્સે અત્યાર સુધી 3 ફર્સ્ટ ક્લાસ, 25 લિસ્ટ-એ અને 43 ટી20 મેચ રમી છે. તે ડાબા હાથનો બોલર અને બેટર છે.