Kharmas 2024: ખરમાસ શરુ થાય એટલે આ વસ્તુઓનું દાન કરી દેજો, જીવનમાં ધનની તંગી ક્યારેય નહીં આવે
જ્યારે સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી નીકળી ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ શરુ થાય છે. ધન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે. જ્યારે ગુરુની રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે ત્યારે ગુરુનો પ્રભાવ ઘટી જાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ માંગલિક કાર્ય કરવા માટે ગુરુ શક્તિશાળી હોય તે અનિવાર્ય છે. તેથી જ્યારે ખરમાસમાં ગુરુનો પ્રભાવ ઓછો હોય છે તો શુભ કાર્ય કરી શકાતા નથી. પરંતુ આ સમયમાં દાન કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.
ખરમાસમાં વાસણનું દાન કરવું શુભ અને મંગલકારી છે. તેનાથી જીવનમાંથી ક્લેશ દુર થાય છે. શક્ય હોય તો પીત્તળના વાસણનું દાન કરવું.
ખરમાસમાં કપડાનું દાન કરવું પણ શુભ છે. ખરમાસમાં કપડા દાન કરવાથી જીવનમાં દરિદ્રતા આવતી નથી અને જીવન ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે.
ખરમાસમાં ગોળનું દાન પણ મંગળકારી છે. ગોળનું દાન કરવાથી કુંડળીનો સૂર્ય મજબૂત થાય છે. જો તમે કેસર દાન કરો છો તો જીવનમાં આવતી બાધા દુર થવા લાગે છે.