Holi 2024: હોલિકા દહનમાં અર્પણ કરવાનું ભૂલતા નહી આ વસ્તુ, આધિ,વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ અપાવશે આ ઉપાય

Mon, 18 Mar 2024-1:19 pm,

હોલિકા દહનના સમયે કરવામાં આવેલા કેટલાક ખાસ ઉપાયો તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. જો તમને ઘણી મહેનત પછી પણ નોકરી નથી મળી રહી તો હોલિકા દહનના દિવસે આ ઉપાય કરવાથી તમે સફળતા મેળવી શકો છો. હોલિકા દહનના દિવસે જ્યાં હોલિકા દહન થાય છે, ત્યાં નારિયેળ, પાન, સોપારી વગેરે ચઢાવો. જલ્દી નોકરી મળી જશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કેટલાક ઉપાયો યોગ્ય સમયે અને યોગ્ય દિવસે કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો અથવા તમારી નોકરી અને વ્યવસાયની સમસ્યાઓથી પરેશાન છો, તો હોલિકા દહનના સમયે લેવામાં આવેલા કેટલાક ઉપાયો તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. 

જો તમે લાંબા સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છો, તો હોલિકા દહનના સમયે નારિયેળના વાટકામાં ગોળ ભરીને હોલિકાની સળગતી અગ્નિમાં રાખો. આ ઉપાય કરવાથી ધનલાભ થાય છે.

જો તમે નોકરી કે ધંધાને લઈને ચિંતિત છો તો હોલિકા દહનના દિવસે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડા પહેરો અને પછી જ હોલિકા દહન માટે જાઓ. આ પહેલા નારિયેળ લો અને તેને તમારા પરિવારના સભ્યોના માથા પરથી ઉતારો અને હોલિકા દહન સમયે આ નારિયેળને આગમાં હોમી દો.બાદ હોલિકાની પ્રદક્ષિણા કરવાથી નોકરી-ધંધામાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. 

હોલિકા દહન સમયે પાંચ સોપારી, પાંચ ઈલાયચી, બદામ અને હળદર અને પીળા ચોખાના હોલિકા દહન સમયે હોળીની અગ્નિમાં હોમો મૂકો. આમ કરવાથી તમારા ઘરમાં સારા સમાચાર આવી શકે છે અને શીઘ્ર વિવાહનો યોગ બને છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link