આ દિશામાં ભૂલથી પણ ન રાખો સાવરણી, જાણો સાવરણીના રાખવાના નિયમો
હિન્દુ માન્યતાઓ મુજબ ઘરમાં ક્યારેય સાવરણીને ઊભી ના રાખવી જોઈએ. સાવરણીને ઊભી રાખવાથી ઘરમં દરિદ્રતા વધે છે. જેથી હંમેશા સાવરણીને આડી રાખવી જોઈએ. ઘરમાં સાવરણીને આડી રાખવાના ખુબ જ ફાયદા હોય છે.
ઘરમાં સારવણી રાખવા માટે પણ ખાસ સ્થળ નક્કી કરાયેલી હોય છે. જેમાં ખાસ કરીને ઘરમાં મૂકેલી સાવરણીનું મોઢું પશ્ચિમ દિશા અથવા ઉત્તર-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ.
વાસ્તુ મુજબ ઘરમાં સાવરણી ક્યારેય ઈશાન ખૂણે કે રસોડામાં ના રાખવી જોઈએ. સાથે ક્યારે ઝાડૂને છત ઉપર કે ઘરની બહાર ના રાખવું જોઈએ. આવું કરશો તો ચોરી અને દુર્ઘટનાઓનો ખતરો વધી જાય છે.
જૂની સાવરણીને તમે ફેંકવા માગતા હો તો હંમેશા શનિવારના દિવસની પસંદગી કરવી જોઈએ. અમાસના દિવસે કે પછી હોલિકા દહન બાદ, ગ્રહણ લાગ્યા બાદ જૂની સાવરણીનો નિકાલ કરી શકો છો. પરંતુ ખાસ વાતનું ધ્યાન રાખવું કે જૂની સાવરણીને ફેંકતા સમયે તેના પર કોઈનો પગ ના આવવો જોઈએ.
(Disclaimer: આ આર્ટિકલમાં આપેલી માહિતી માન્યતાઓ અને ચર્ચાઓને આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટી કરતું નથી, વધુ માહિતી માટે એક્સપર્ટની સલાહ લેવી યોગ્ય છે.)