અમદાવાદ અને ગાંધીનગરના આકાશમાં આજે દેખાશે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, આ સમય નોંધી લો
અમદાવાદ અને ગાંધીનગર ખગોળ રસિકોને આજે રાત્રે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દેખાશે. આ બંને શહેરોમાં આજે રાત્રે આકાશમાં પાંચ મીનિટ સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોવા મળશે. રાત્રે ૮ કલાક અને ૮ મિનિટના ટકોરે સતત પાંચ મિનિટ સુધી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોવા મળશે. ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સલાહકાર અને વૈજ્ઞાનિક નરોત્તમ સાહુએ આ માહિતી શેર કરી છે.
નરોત્તમ સાહુએ ટ્વિટર પર આ માહિતી શેર કરતા લખ્યું કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આજે રાત્રે, 09 સપ્ટેમ્બર, 2024, રાત્રે 8:08 વાગ્યે ગાંધીનગર અને અમદાવાદના આકાશમાં જોવા મળશે. 5 મિનિટ માટે આ નજરો જોવા મળશે. તે દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વ દિશામાં પસાર થશે. આ કોસ્મિક અજાયબીને જોવાનું ચૂકશો નહીં! માનવ ચાતુર્ય અને અન્વેષણના આ અદ્ભુત સાક્ષી જુઓ!
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અથવા ISS પૃથ્વીના બહારના ભાગમાં પરતી એક પ્રયોગશાળા છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) એક બહુ-રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે, જે માનવ દ્વારા અવકાશમાં મૂકાયેલો સૌથી મોટું સિંગલ સ્ટ્રક્ચર છે. તેનું મુખ્ય સ્ટ્ર્કચર 1998 અને 2011 ની વચ્ચે પૂર્ણ થયું હતું, જો કે સ્ટેશન સતત નવા મિશન અને પ્રયોગો કરતુ રહે છે. વર્ષ 2000 થી તે સતત કાર્યશીલ છે.
યુરોપિયન સ્પેસ સ્ટેશને આપેલી માહિતી અનુસાર, આ સ્પેસ સ્ટેશનની માલિકી કોઈ એક દેશની નથી. તે એક કો-ઓપરેટિવ પ્રોગ્રામ છે, જે યુરોપ, યુનાઈટેડ સ્ટેટ્સ, રશિયા, કેનેડા અના જાપાન વચ્ચે સહકારીતાથી કરાયેલો છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના સંચાલન માટે દર વર્ષે લગભગ $3 બિલિયનનો ખર્ચ થાય છે, જે માનવ અવકાશ ઉડ્ડયનના બજેટનો લગભગ ત્રીજા ભાગનો છે.
મે 2022 સુધીમાં, 20 દેશોમાંથી 258 વ્યક્તિઓએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લીધી છે. ટોચના સહભાગી દેશોમાં યુનાઇટેડ સ્ટેટ્સ (158 લોકો) અને રશિયા (54 લોકો) નો સમાવેશ થાય છે. અવકાશયાત્રીનો સમય અને સ્પેસ સ્ટેશન પર સંશોધનનો સમય અવકાશ એજન્સીઓને ફાળવવામાં આવે છે કે તેઓ કેટલા પૈસા અથવા સંસાધનો (જેમ કે મોડ્યુલ અથવા રોબોટિક્સ) આપે છે.