મોંઘા પેટ્રોલથી મેળવો છુટકારો, દિવાળી પર ખરીદો આ 5 ઈ-સ્કૂટર

Wed, 19 Oct 2022-10:08 pm,

કંપનીએ જુલાઈ 2022માં પ્રથમ પ્રી-બુકિંગ શરૂ કર્યું હતું. સિંપલ વન સ્કૂટર જેની ડિલિવરી સપ્ટેમ્બરમાં શરૂ થઈ ચુકી છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટર 203 કિમીની રેન્જ આપે છેઅને સિંગલ ચાર્જ પર 236 કિમી સુધી ચાલી શકે છે. આ સ્કૂટર 8.5 kW ઇલેક્ટ્રિક મોટરથી લેસ છે જે 72 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે.

ઓલાનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર એકવાર ફુલ ચાર્જ થયા બાદ તે 181 કિમીની રેન્જ આપે છે. તેમાં 5.5 kW મોટર લાગી છે જે મોટર શાફ્ટ પર 58 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. ઇલેક્ટ્રિક ચલણને આગળ વધારતા કંપની પોતાની પ્રથમ ઈ-કાર વર્ષ 2024માં લોન્ચ કરવાની છે. 

આ સ્કૂટરમાં એક નાની 3.3 kWh લિથિયમ-આયન બેટરી છે, જે 1000W BLDC મોટરને પાવર આપે છે. જો તમે તેને એકવાર ચાર્જ કરશો તો તે 139 કિલોમીટરની રેન્જ આપે છે.   

Okinawa Oki 90 છે. આ સ્કૂટર એકવાર ચાર્જ કર્યા બાદ 160 કિમી ચાલે છે. Okhi 90 માં 3.6 kWh લિથિયમ-આયન બેટરી લાગી છે, જે હબ મોટરને 3800 વોટનો પીક પાવર જનરેટ કરે છે. 

હીરોનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર એકવાર ફુલ ચાર્જ થવા પર 42 કિમી/કલાકની રેનજ આપે છે. ઇલેક્ટ્રિક સ્કૂટરના મામલામાં તેની 18.32 ટકા બજાર ભાગીદારી છે. આ સાથે તેને ચાર્જ થવામાં 4-5 કલાકનો સમય લાગે છે. તેમાં 51.2V/30 Ah ની ડબલ બેટરી સેટ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link