પ્રલય આવશે પ્રલય! આ આગાહી માત્ર ગુજરાત માટે જ નથી, આ રાજ્યોના હાલ પણ બુરા થશે
ચોમાસાએ પોતાનો અસલી રંગ બતાવવાની શરૂઆત કરી દીધી છે. લગભગ સમગ્ર દેશમાં વરસાદનો માહોલ ચાલુ છે. દિલ્હીમાં સપ્ટેમ્બરની શરૂઆતથી જ વરસાદનો કહેર જોવા મળ્યો છે. તો એનસીઆરમાં ભારે વરસાદથી સ્થિતિ બગડી છે. ભારતીય હવામાન વિભાગે ફરીથી 5 સપ્ટેમ્બરે નવી આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી બે દિવસો સુધી ગુજરાતથી આંઘ્રપ્રદેશ સુધી મુશળાધાર વરસાદનો માહોલ રહેશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, કર્ણાટક, રાજસ્થાન અને નોર્થ ઈસ્ટ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. IMD એ આ રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો આંધ્રપ્રદેશ અને તેલંગાના માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. (Image : IMD India Meteorological Department)
IMD એ જણાવ્યું કે, ચંદીગઢ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના પશ્ચિમોત્તર ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આંધ્રપ્રદેશ તેલંગાનામાં આગામી 48 કલાક સુધી 11 થી 15 સેન્ટીમીટર સુધી વરસાદની શક્યતા છે. તો આગામી 5 દિવસ સુધી ઓરિસ્સા, છત્તીસગઢ અને ઝારખંડમાં ચોમાસું બરાબરનું એક્ટિવ રહેશે. આ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ દક્ષિણી કર્ણાટક, દક્ષિણ-પૂર્વી કર્ણાટક, કોંકણ વિસ્તાર, ઉત્તરી અને દક્ષિણી ગુજરાત તથા દરિયાઈ ગુજરાત, જે કચ્છની ખાડી સાથે જોડાયેલો છે, તે વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. નોર્થ ઈસ્ટ ભારતના 7 રાજ્યો અને સિક્કીમમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આજે બિહારમાં પણ વરસાદની આગાહી છે. (Image : IMD India Meteorological Department)
IMD ના અનુસાર, દરિયાઈ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાની પાસે મુશળાધાર વરસાદની શક્યતા બની રહી છે. ભારે વરસાદને કારણે આ વિસ્તારોને સંવેદનશીલ જાહેર કરી છે. ઉત્તરી ભારતમાં પહાડી વિસ્તારોમાં ઉત્તરાખંડ ઉપરાંતના અન્ય ભાગોમાં ભારે વરસાદની શક્યતા નથી. આ વિસ્તારમાં હળવો વરસાદ આવશે. (Image : IMD India Meteorological Department)
મધ્ય બંગાળની ખાડીમાં વાવાઝોડા જેવું દબાણ બની રહ્યું છે. આ કારણે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાથી જોડાયેલા સમુદ્રી વિસ્તારોમાં 35 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાશે. અરબ સાગરમાં ચક્રીય દબાણ બનેલું છે, જે ભારતથી લઈને ઓમાન સુધી ફેલાયેલું છે. આ કારણે આ વિસ્તારમાં તોફાનની શક્યતા છે. જેને કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. (Image : IMD India Meteorological Department)