આ જ ધરતી પર છે `નરકનું દ્વાર`, વિશ્વાસ ન આવતો હોય તો ખાસ જુઓ PHOTOS
તુર્કમેનિસ્તાન સ્થિત આ નરકના દ્વારના બનવાની કહાની રસપ્રદ છે. વાત જાણે એમ છે કે આ કોઈ પ્રાકૃતિક જવાળામુખી નથી. પરંતુ વૈજ્ઞાનિક અનુસંધાન દરમિયાન થયેલી દુર્ઘટનાના કારણે આ ખાડામાં આગ લાગી અને હવે તે પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું.
1971માં જ્યારે સોવિયેટ સઘના કેટલાક ભૂગર્ભ વૈજ્ઞાનિકો તુર્કમેનિસ્તાનના કારાકુમ રણમાં પ્રાકૃતિક ગેસની શોધ કરી રહ્યાં હતાં અને તેમને સંકેત મળ્યાં તો ખોદકામ કરાયું.
ખોદકામના સ્થળે પ્રાકૃતિક ગેસ જોવા મળ્યો. પરંતુ ખોદકામ દરમિયાન થયેલી એક દુર્ઘટનાના કારણે બધા ઉપકરણો ખાડામાં પડ્યાં અને ત્યાંથી ગેસ બહાર આવવા લાગ્યો. ખાડામાંથી નીકળેલા ઝેરીલા ગેસના મોટા પરપોટા જોઈને વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આગ લગાવીને આ ખાડાને ભરી દેવો જોઈએ.
બધાની સહમતી થતા આ કામ કરવાનું વિચારાયું પરંતુ એ વાતનો અંદાજો નહતો કે આગ લગાવ્યાં બાદ શું થશે. આથી તરત જમીનની અંદરથી નિકળી રહેલા ઝેરીલા ગેસમાં આગ લગાવવામાં આવી. પરંતુ એકવાર આગ લાગ્યાં બાદ લાખ કોશિશ કરવા છતાં તે ઓલવી શકાઈ નહીં. બસ ત્યારથી આ આગ જોવા મળી રહી છે.
વર્ષ 2004માં તુર્કમેનિસ્તાનના વડાપ્રધાને દરવેજા ગામના લોકોને ત્યાંથી હટીને બીજી જગ્યાએ જવાનું કહ્યું હતું.