Money Dream: જલદી માલામાલ થવાનો સંકેત આપે છે આ વસ્તુ, આ રીતે સાચા પડે છે ધનવાન બનવાના સપના

Tue, 16 Aug 2022-6:00 pm,

દીવોઃ સ્વપ્ન શાસ્ત્રમાં દરેક સપનાના અર્થ અને સંકેત વિશે જણાવવામાં આવ્યું છે. ભવિષ્યમાં બનનારા ઘટનાઓની માહિતી આપણે સપનામાં પહેલા મળે છે. સપનામાં સળગતો દીવો જોવો વ્યક્તિને શુભ સંકેત આપે છે. તેનો મતલબ છે કે આવનારા સમયમાં તમને ધન લાભ થવાનો છે.   

ઇયરરિંગ્સ- જો કોઈ વ્યક્તિને સુતા સમયે ઇયરરિંગ્સ જોવા મળે તો સમજી લો કે તેના જીવનમાં માં લક્ષ્મીનો વાસ થવાનો છે. કેટલાક સપના એવા હોય છે જે નાના લાગે છે પરંતુ ભવિષ્યમાં શુભ ફળ પ્રાપ્તિનો સંકેત આપે છે.   

સોનું જોવુંઃ સપનામાં કે રિયલ લાઇફમાં સોનું તો બધા ઈચ્છે છે. પરંતુ ઘણીવાર સપનામાં આ વસ્તુનો અર્થ બદલાય જાય છે. જો સપનામાં તમને પણ સોનું જોવા મળે તો તે શુભ સંકેત છે. તેનો અર્થ છે કે ભવિષ્યમાં તમારા પર માં લક્ષ્મીની કૃપા થશે અને વ્યક્તિ જલદી ધનવાન બનશે.   

વીંટીઃ સ્વપ્ન સાસ્ત્ર અનુસાર સપનામાં ખુદને વીંટી પહેરતા જોવા પણ શુભ માનવામાં આવે છે સપનામાં વીંટી જોવી વ્યક્તિના જીવનમાં મા લક્ષ્મી આવવાનો ઇશારો કરે છે. આવા સપના વ્યક્તિના ભવિષ્યમાં સારા દિવસ આવવા તરફ ઈશારો કરે છે. 

સાંપ જોવોઃ જો અસલી જીવનમાં કોઈ વ્યક્તિને સાંપ જોવા મળે તો તે ડરી જાય છે કે પછી ભગવાનનું નામ લેવા મંડે છે. પરંતુ સપનામાં સાંપ જોવા મળવો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે. જો તમને સપનામાં બિલની પાસે સાપ દેખાય છે, તો તમને ભવિષ્યમાં પૈસા મળશે.  

ગુલાબનું ફૂલ- સપનામાં ગુલાબનું ફૂલ જોવું કે કમળનું ફૂલ જોવું પણ શુભ ફળદાયી સાબિત થાય છે. તેનો અર્થ છે કે ભવિષ્યમાં માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. કે પછી વરસવાની છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link