High BP: આ 5 ફળનો જ્યૂસ પીવાથી કંટ્રોલમાં રહેવા લાગશે હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેકનું જોખમ ઘટશે
નાળિયેર પાણી પીવાથી બ્લડ પ્રેશરના દર્દીને લાભ થાય છે. નાળિયેર પાણીમાં પોટેશિયમ હોય છે જે શરીરમાં સોડિયમની અસર ઘટાડે છે.
બીટમાં વિટામિન, કેલ્શિયમ, આયરન સહિતના પોષકતત્વો હોય છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બીમારીઓથી પણ બચાવ થાય છે.
દાડમમાં વિટામિન, આયરન, ફોલેટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ જ્યુસ પીવાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. તેનાથી શરીરને બીમારી સામે લડવાની શક્તિ મળે છે.
ટમેટામાં વિટામિન, કેલ્શિયમ, આયરન સહિતના ગુણ હોય છે. કાચા ટમેટા ખાવાથી કે રોજ એક ગ્લાસ ટમેટાનો જ્યૂસ પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટની હેલ્થ સારી રહે છે.
જાસૂદના ફુલની ચા અથવા તો તેનો જ્યૂસ પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેનાથી હાર્ટનું સ્વાસ્થ્ય સારું રહે છે.