Juices To Boost Immunity: શિયાળામાં રાખો સ્વાસથ્યનું ખાસ ધ્યાન, પીવો આ 5 જ્યૂસ અને બુસ્ટ કરો રોગપ્રતિકારક શક્તિ
આ જ્યૂસ એન્ટીઑકિસડન્ટ, વિટામિન A, વિટામિન B6, વિટામિન B9 અને વિટામિન C જેવા પોષક તત્વોથી ભરપૂર છે. તેને ABC જ્યુસ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિયાળામાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ગાજર, લીલા સફરજન અને સંતરાનો રસ પીવામાં સ્વાદિષ્ટ તો છે જ પરંતુ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરી શકે છે.
શિયાળામાં પાલકનું વધુ સેવન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે ઠંડીની મોસમમાં પોતાને રોગોથી બચાવવા માટે પાલકનો રસ પણ બનાવીને પી શકો છો. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઘણી મદદ કરે છે.
તે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. આ જ્યૂસમાં આયર્ન, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વો મળી આવે છે. તેનાથી એનિમિયાની સમસ્યા દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.
તુલસી આયુર્વેદિક દવા તરીકે કામ કરે છે. નારંગી અને તુલસીનો રસ બદલાતા હવામાન અને અતિશય ઠંડીને કારણે થતા રોગોથી બચવામાં મદદ કરી શકે છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે
Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.