કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે પીવો આ ગ્રીન જ્યૂસ, જાણો સેવન કરવાની રીત
આમળામાં વિટામિન સી, ફાઈબર અને મિનરલ્સ મળી આવે છે જે શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારે છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઓછું થઈ શકે છે. આમળાનું સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે.
આમળાનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરી શકે છે. આમળામાં ફાઈબર, ઈલાજીટેનીન અને ઈલાજિક એસિડ મળી આવે છે જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે.
આમળાનું સેવન કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે જેનાથી બ્લડ ક્લોટ થવાની શક્યતાઓ ઘટી જાય છે.
આમળામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી તત્વ જોવા મળે છે જે લોહીમાં રહેલા ટોક્સિન્સને શરીરમાંથી દૂર કરે છે. આમળાનું સેવન કરવાથી શરીરમાં લોહીનું પમ્પ પણ યોગ્ય રીતે થાય છે.
આમળાના રસનું સેવન કરવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી આમળાનો રસ મિક્સ કરીને પીવો. રોજ એક ચમચી આમળાનો રસ પીવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહેશે.
Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.