Alert! એક જ બોટલમાંથી વારંવાર પાણી પીતા હોવ તો ચેતી જજો...આ બીમારીઓનો બની શકો છો ભોગ
આપણામાંથી અનેક લોકોને આ સત્ય પણ ખબર હશે કે આપણું શરીર 70 ટકા પાણીથી બનેલું છે અને આવામાં એ પણ સત્ય છે કે આપણા સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખુબ જરૂરી છે.
મોટાભાગના લોકો એ વાત સાથે સહમત હશે કે એક જ ગ્લાસ કે બોટલથી વારંવાર અનેક લોકો પાણી પીતા હોય છે. જેનું કારણે માત્ર આળસ નહીં પરંતુ જાણકારીનો અભાવ પણ હોઈ શકે છે. અનેક લોકોને એ ખબર નહીં હોય કે એક જ વાસણમાં વારંવાર પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
જો એક જ ગ્લાસથી અનેકવાર પાણી પીતા હોવ તો ગ્લાસની ઉપરના ભાગમાં ચેપી જીવાણુંઓ ભેગા થઈ જતા હોય છે અને આ ગ્લાસથી પાણી પીવાથી આ જીવાણું પેટમાં જાય છે જેનાથી ઉલ્ટી અને ઝાડા જેવી બીમારીઓ આવી શકે છે.
એટલું જ નહીં એકવાર ઉપયોગમાં લીધેલો ગ્લાસ આમ તો તમને દેખાવમાં બિલકુલ સ્વચ્છ લાગશે પરંતુ તે આપણા શરીરને ગંભીર બીમારીઓનો ભોગ બનાવી શકે છે.
ગ્લાસને સાબુ અને પાણીથી બરાબર સારી રીતે સાફ કરો. ઉપરના ભાગને સારી રીતે સ્વચ્છ કરવો જોઈએ કારણ કે ઉપરના ભાગને જ આપણે આપણા હોથથી લગાવીને પીતા હોઈએ છીએ અને તેનાથી આપણા શરીરના કેટલાક બેક્ટેરિયા ગ્લાસના ઉપરના ભાગમાં ચોંટી જાય છે જે પછી ચેપી સ્વરૂપ ધારણ કરી લે છે.
તમે પાણીની બોટલ, જગ કે કન્ટેઈનરને પણ દરરોજ એકવાર તો જરૂર સારી રીતે સાફ કરો અને પાણી પીવા સંબંધિત જેટલા પણ વાસણ તમે ઉપયોગમાં લેતા હોવ તેને સ્વચ્છ જગ્યા પર રાખો.
(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)