જાફરાબાદ બંદરના ડ્રોન કેમેરાના દ્રશ્યો જુઓ, વાવાઝોડાએ કેવી તબાહી મચાવી
ડ્રોન કેમેરાથી લેવાયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, જાફરાબાદ બંદર પર અનેક બોટોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. તેટલીક બોટો તૂટી ગયેલી દેખાય છે. તો કેટલીક બંદર પર ભાંગી ગઈ છે. જાફરાબાદ બંદર પર માછીમારોને વ્યાપક પ્રમાણમા નુકસાન થયું છે. હવે પાંચ દિવસો બોદ નેટવર્ક આવતા ડ્રોનના દ્રશ્યો સામે આવ્યા છે. કેટલીક બોટો જેટી પર ચઢી ગઈ છે, તો કેટલીક બોટો દરિયામાં તણાઈ ગઈ છે.
તો ઉનામાં વીજ પુરવઠા વિનાનો 7 મો દિવસ છે. તૌકતે વાવાઝોડા સાથે ગયેલ વીજ પુરવઠો હજુ પણ ઠપ્પ છે. તાલુકાના તમામ ગામો સાથે ઉના શહેરમાં હજુ નથી વીજ પુરવઠો પૂર્વવત થયો નથી. સાથે જ આવામાં ચોર અને લૂંટારું ટોળકી પણ સક્રિય બની છે. ઉનાની અનેક સોસાયટીઓમાં ચોર આવવાની ઘટના સામે આવી છે. એક તરફ મકાનોમાં ભારે નુકસાન વચ્ચે લોકો માલ મિલકત બચાવવા હવાતિયા મારી રહ્યા છે, તો બીજી તરફ ચોરોનો આતંક જોવા મળ્યો છે.
ભાવનગર
મહુવા શહેરમા વીજ પુરવઠો પુનઃ શરૂ કરાયો છે. તૌકતે વાવાઝોડા બાદ પાંચ દિવસથી વીજ પુરવઠો બંધ હતો. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ રાત્રિ સુધીમાં વીજ પુરવઠો શરૂ થવાના સંકેત આપ્યા હતા. મુખ્યમંત્રીના સંકેત મુજબ વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં આવ્યો છે. વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થતાં અંધારપટમાંથી લોકોને છુટકારો મળ્યો છે.