ગલીએ ગલીએ વોટ માંગવા નીકળેલો શહેઝાદ આજે બની ગયો ડ્રગ્સનો કારોબારી

Sun, 13 Sep 2020-12:03 pm,

ઝી 24 કલાકે શહેઝાદની ચૂંટણી સમયની કેટલીક તસવીરો મેળવી છે. જેમાં તેના પોસ્ટર, તેની રેલીની તસવીરો પણ અમને મળી છે. સાથે જ તેની દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા સાથેની તસવીરો પણ સામે આવી છે.  

શંકરસિંહ વાઘેલા સાથે શહેઝાદ 

વિધાનસભાની ચૂંટણીમાં ઉભો રહેલ શહેઝાદ ગલીએ ગલીએ વોટ માંગવા નીકળ્યો હતો, તે સમયની તસવીર. 

શહેઝાદને વર્ષ 2019માં શહેઝાદની ધરપકડ કરી હતી. હાલ સમગ્ર કેસમાં પોલીસ પૂછપરછ કરી રહી છે કે, ફિરોઝ અને શહેઝાદનો સંપર્ક કેવી રીતે થયો હતો. બંનેએ કેવી રીતે સાંઠગાંઠ ચલાવીને ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો કર્યો હતો. ગુજરાતમાં હવે દારૂની સાથે ડ્રગ્સનો વેપલો પણ મોટાપાયે થઈ રહ્યો છે. જે ગુજરાતના યુવાધન માટે બરબાદ કરી શકે છે. 

અમદાવાદમાં એક કરોડ ના Md ડ્રગ્સ સાથે આરોપી પકડાવાનો મામલામાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. પકડાયેલા ચાર પૈકી એક આરોપી શહેઝાદે વર્ષ 2017 માં ધારાસભાની બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. શહેઝાદે જમાલપુર ખાડિયા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ચૂંટણીમા શહેઝાદની હાર થઈ હતી. આ હાર બાદ તેના પર 2019 માં ડ્રગ્સનો કેસ થયો હતો. ડ્રગ્સની હેરફરી માટે દાણીલીમડા પોલીસ સ્ટેશનના એએસઆઈ ફિરોઝની મદદ લેવાનું શરૂ કર્યું હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link