Dubai Mall: એક વર્ષમાં સાડા 10 કરોડ લોકો, દુબઇ મોલ બની ગયો દુનિયાનો `મોસ્ટ વિઝિટેડ પ્લેસ`
દુબઈ મોલ (Dubai Mall) વર્ષ 2008 માં ખોલવામાં આવ્યો હતો, તે કુલ જમીન વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો મોલ છે, જ્યાં 1,200 થી વધુ રિટેલ સ્ટોર્સ છે, તે દુબઈ શહેરના ટોચના પ્રવાસન સ્થળોમાંનું એક છે.
શોપિંગ પર છૂટથી ખર્ચ કરનારાઓ માટે દુબઈ મોલ સ્વર્ગથી ઓછો નથી, અહીં તમને ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી, ફ્રેગરન્સ, હોમ ડેકોર અને રમકડાંથી લઈને ઘણી લક્ઝરી બ્રાન્ડ્સ મળશે.
દુબઈ મોલ ફૂડ લવર્સ માટે પણ એક ફેવરિટ સ્પોટ છે, અહીં તમને ભારતીયથી લઈને અમેરિકન, બ્રિટિશ, ફ્રેન્ચ, ઈટાલિયન, મિડલ ઈસ્ટર્ન અને ચાઈનીઝ ફૂડના વિકલ્પો મળશે. એકંદરે, તમને અહીં વિશ્વની ટોચની સ્વાદિષ્ટ વાનગીઓ ખાવા મળશે.
દુબઈ મોલ એક મહેલ જેવો લાગે છે, તેથી જ ફોટોગ્રાફી પ્રેમીઓ માટે તે એક પ્રિય સ્થળ છે, ઘણા લોકો અહીં કંઈપણ ખરીદવા માટે નહીં પરંતુ માત્ર ફરવા માટે આવે છે.
દુબઈ એક્વેરિયમ અને અંડરવોટર ઝૂ એ દુબઈ મોલનું ટોપ ટૂરિસ્ટ એટ્રેક્શન છે, જ્યાં તમે દરિયાઈ જીવનને ખૂબ જ નજીકથી અનુભવી શકો છો, અહીં તમને સેન્ડ ટાઈગર શાર્ક, ડોલ્ફિન અને જાયન્ટ ગ્રૂપર્સ સહિત પ્રાણીઓની 140 થી વધુ પ્રજાતિઓ જોવા મળશે.