સુરતમાં ભારે વરસાદથી `ગટર પૂર`ની સ્થિતિ, કાદરશાહની નાળમાં મકાનો-દુકાનોમાં પાણી ભરાયા
સુરત શહેરમાં ગટર પૂર આવાની શરૂવાત થઈ ગયું છે. તાપી નદીમાંથી પાણી ગટરમાં બેક મારતા નાનપુરા કાદરશાહની નાળમાં પાણી ભરાયા છે. ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાહન ચાલકો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. દુકાન અને મેટ્રો સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયા છે.
1 ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈને ઉકાઈ ડેમની આવકમાં વધારો નોંધાવતા ડેમમાંથી 2 લાખ 47 હજાર ક્યુસેસ પાણી છોડવામાં આવ્યું છે. સુરતની તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. તાપી નદીમાંથી પાણી ગટર લાઈનમાં બેક મારતા નદીનું પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યું છે.
નાનપુરા કાદરશાહની નાળમાં દુકાનો સહિત લોકોના ઘરોમાં તાપી નદીનું પાણી ભરાયું છે. રોડ સહિત વિસ્તારમાં પાર્ક કરેલા અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વાહનો પસર થતા હોય છે. પાણી ભરાઈ જતાં વાહન ચાલકો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.મેટ્રો સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયા છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈને ડેમની આવકમાં વધારો નોંધાતા તબક્કાવાર ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલ ઉકાઈ ડેમમાંથી 2 લાખ 47 હજાર ક્યુસેસ પાણી છોડવામાં આવ્યું છે.જેને લઇને સુરતના તાપી કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.