Thriller Web Series: આ સાઇકો-થ્રિલર સીરીઝને જોઇ લીધી તો ખુલી જશે મગજની નસો, સસ્પેંસથી છે ભરપૂર!

Sun, 20 Aug 2023-9:54 pm,

Duranga Web Show: ખતરનાક મનોવૈજ્ઞાનિક થ્રિલર વેબ સિરીઝ દુરંગા એક એવા વ્યક્તિની કહાની છે જે દુનિયાની સામે એક સારા પતિ અને પિતા હોવાનો ડોળ કરે છે, પરંતુ વાસ્તવમાં તે સાયકો-કિલર છે. આ સીરીઝમાં ગુલશન દૈવેયા, દ્રષ્ટિ ધામી લીડ રોલમાં જોવા મળ્યા છે. આ સીરીઝ OTT પ્લેટફોર્મ G5 પર જોઈ શકાય છે.

Asur Web Series: અરશદ વારસી અને બરુણ સોબતીની સીરિઝ અસુરની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી. આ સીરીઝની કહાનીમાં સસ્પેન્સ અને ડ્રામાનું જબરદસ્ત મિક્સચર જોવા મળે છે. અસુર સીરીઝની અત્યાર સુધીમાં બે સિઝન આવી ચૂકી છે. તમે Jio સિનેમા પર અસુર સિરીઝ ફ્રીમાં જોઈ શકો છો.

Auto Shankar: રૂવાડાં ઉભા કરી દેનાર સીરીઝ ઓટો શંકરની કહાની એક એવા વ્યક્તિની આસપાસ ફરે છે જે છોકરીઓ અને મહિલાઓને પોતાની વાસનાનો શિકાર બનાવે છે. આ શ્રેણી G5 પર જોઈ શકાય છે.

Sacred Games: સાયકો-થ્રિલર સીરીઝ સેક્રેડ ગેમ્સની કહાની સસ્પેન્સ અને એક્શનથી ભરેલી છે. અનુરાગ કશ્યપ દ્વારા નિર્દેશિત અને નવાઝુદ્દીન સિદ્દીકી અભિનીત સેક્રેડ ગેમ્સ શ્રેણી Netflix પર ઉપલબ્ધ છે.

Locked: આ સિરીઝની કહાની એક એવા વ્યક્તિ પર છે જે વ્યવસાયે ડૉક્ટર છે પરંતુ લોકોને મારી નાખે છે. સાયકો-થ્રિલર સીરીઝ મૂળ તો તેલુગુ ભાષામાં છે, પરંતુ તેનું હિન્દી ડબ પણ ઉપલબ્ધ છે. આ સીરીઝ OTT પ્લેટફોર્મ MX Player પર જોઈ શકાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link