દુનિયાનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઘર, માત્ર 5 દિવસોમાં બનેલા શાનદાર આશિયાનાની મનમોહક તસવીરો જુઓ
યુરોપનું પહેલું 3D પ્રિન્ટેડ હાઉસ સંપૂર્ણ રીતે તૈયાર છે અને ખુબ ચર્ચામાં છે. આ ઘરમાં એલીસ લૂટ્ઝ, હેરી ડેક્કર્સ નામના દંપતી રહે છે. બંને 29 એપ્રિલે ઘરે શિફ્ટ થયા હતા. ફોટો સ્રોત: 3dprintedhouse.nl (Photograph:Others)
આ ઘર બોસોર્ઝિક શહેરના પેટા શહેરી વિસ્તાર એન્ડોવાનમાં બાંધવામાં આવ્યું છે. જેને એક ડચ કંપનીએ બનાવ્યું છે. ડચ કંપનીએ આવા પાંચ ઘ બનાવવાનો નિર્ણય કર્યો હતો. જેમાંથી આ પ્રથમ ઘર છે અને તેમાં લોકો રહે છે. આ ઘર 95 ચોરસ મીટર વિસ્તારમાં છે. ફોટો સ્રોત: 3dprintedhouse.nl (Photograph:Others)
એલિસ લૂટ્ઝ અને હેરી ડેક્કર્સે પોતાનું ઘર બતાવ્યું કે તે બનાવ્યા પછી, તેમને ભાડા તરીકે દર મહિને 800 યુરો એટલે કે 71,667 રૂપિયા મળે છે. ફોટો સ્રોત: 3dprintedhouse.nl (Photograph:Others)
આ મકાન બનાવવું સરળ નહોતું. કારણ કે આજ સુધી જે પણ મકાનો 3D પ્રિન્ટિંગથી બનાવવામાં આવતા હતા તે ઘરનો થોડોક ભાગ બનતો હતો. પરંતુ પ્રથમ વખત આ આખું ઘર ફક્ત 3D પ્રિન્ટીંગ ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે. જો કે, સ્થાનિક વહીવટીતંત્રએ તપાસ બાદ મકાનને લીલી ઝંડી આપી દીધી છે. ફોટો સ્રોત: 3dprintedhouse.nl (Photograph:Others)
ભારતમાં 3D પ્રિન્ટેડ હાઉસ પણ બનાવવામાં આવ્યા છે. આઈઆઈટી મદ્રાસના ઇજનેરોએ આશ્ચર્યજનક રીતે કર્યું છે. તેનું ઉદ્ઘાટન ખુદ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કરાયું હતું. નિર્મલા સીતારામને આ 3D પ્રિન્ટેડ હાઉસનું વર્ચુઅલ રીતે ત્રણ દિવસ પહેલા અનાવરણ કર્યુ હતું. આ ઘર આઈઆઈટી મદ્રાસમાં બનાવવામાં આવ્યું છે.