કૃષ્ણનગરીમાં ઈતિહાસ રચાયો : 37 હજાર આહીરાણીઓને ગરબે ઘૂમતી જોવા 2 લાખ લોકો આવ્યા

Sun, 24 Dec 2023-10:50 am,

દ્વારકાનગરીમાં આહીરાણીઓ મહારાસ કરીને રમઝટ બોલાવી રહી છે. જીહાં, કૃષ્ણનગર દ્વારકામાં આહીરાણી મહારાસનું આયોજન કરાયુ છે. જેમાં ગુજરાત સહિત અલગ અલગ પ્રાંત અને વિદેશથી આવેલી 37 હજારથી વધુ આહીર સમાજની મહિલાઓ રાસ રમી રહી છે. 3 કલાકથી પણ વધુ સમય સુધી ચાલનારા આ મહારાસ માટે 500 એકર જગ્યામાં અને 5 કિલો મીટર લાંબુ ગ્રાઉન્ડ બનાવાયુ છે. ત્યારે હાલ 37 હજારથી વધુ આહીરાણીઓ મૌનવ્રત ધારણ કરીને મહારાસ રમી રહી છે.   

મહત્વનું છે કે 5 હજાર વર્ષ પહેલાં દ્વારકાનગરીમાં રમાયેલો મહારાસ અધુરો રહ્યો હતો. કૃષ્ણલીલાના જાણીતા પ્રસંગો પૈકી એક એવા બાણાસુરની પુત્રી અને શ્રીકૃષ્ણના પૌત્ર અનિરૂધ્ધજીના પત્ની ઉષાજીએ તેમના લગ્ન બાદ દ્વારકા ખાતે જે ગરબો રચ્યો હતો, જે અધુરો રહ્યો હતો. ત્યારે તેમની જ સ્મૃતિ રૂપે શ્રીકૃષ્ણના યાદવ કુળના 37 હજાર આહીરાણીઓ દ્વારા મહારાસ રમીને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરાઈ રહ્યો છે. 

જામનગર લોકસભા બેઠકના સાંસદ પૂનમ માડમ પણ મહારાસમાં પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. આહીર સમાજના પરંપરાગત વસ્ત્રોમાં સોનાના ઘરેણાં પહેરીને રાસ લીધા હતા. સંસદનું સત્ર પૂર્ણ કરીને પૂનમબેન માડમ સીધા દ્વારકા આવ્યા હતા અને તેમને સમાજના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આ મહારાજ માટે સમસ્ત આહીર સમાજની આહીરાણીઓ અલગ અલગ જિલ્લાઓમાંથી પાણીના 24 કળશ લઈને આવી છે. ત્યારે મહારાસ પૂર્ણ થયા બાદ નંદધામથી દ્વારકાધીશ મંદિર સુધી એક વિશાળ વિશ્વશાંતિ રેલી નીકળશે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણને જળના કળશ અર્પણ કરાશે. 

માત્ર ગુજરાત નહિ પરંતુ દેશભરમાંથી આહીર અને યાદવ સમાજના લોકો દ્વારકામાં ઉમટી પડ્યા છે. આહીર સમાજમાં એકતા આવે તે માટે વિશ્વશાંતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે રેલી રૂક્ષમણી મંદિર થી દ્વારકાધીશ મંદિર સુધી જશે. જેમાં 37000 મહિલાઓ મૌન રહીને રેલી યોજશે. દ્વારકાધીશના જગત મંદિરની ધજાના દર્શન કરીને રેલી પરત ફરશે.   

વર્ષો પહેલાં વ્રજવાણી ખાતે ભગવાન શ્રીકૃષ્ણએ ઢોલ વગાડ્યો હતો અને આહીર સમાજની મહિલાઓ ગરબા લીધા હતા. તે સમયે જ્યાં સુધી જીવ ન ગયા ત્યાં સુધી આહીરાણીઓ ગરબે રમ્યા હતા જેને કારણે આ રાસ અધુરો રહ્યો હતો. એટલું જ નહીં ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમને પટરાણી ઉષા સાથે મહારાસ લીધો હતો ત્યારે પણ મહારાસ અધુરો રહ્યો હતો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link