Dwarka Expressway: એફિલ ટાવર કરતાં 30 ગણા સળિયા, બુર્જ ખલીફા કરતાં 6 ગણો ક્રોંક્રીટ, કેવો છે દેશનો પ્રથમ એલિવેટેડ એક્સપ્રેસ-વે
દેશનો પ્રથમ એલિવેટેડ શહેરી એક્સપ્રેસવે એ આઠ લેન સાથેનો પ્રથમ સિંગલ-પિલર ફ્લાયઓવર છે. તેનો આખો ભાગ લગભગ 9,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. એક્સપ્રેસ વેનો લગભગ 19 કિલોમીટર ભાગ હરિયાણામાં છે, જ્યારે બાકીનો 10 કિલોમીટર દિલ્હીમાં છે.
આ હાઈ-સ્પીડ એક્સપ્રેસ વે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર શિવ-મૂર્તિથી શરૂ થાય છે. આ દિલ્હીમાં દ્વારકા સેક્ટર-21, ગુરુગ્રામ બોર્ડર અને બસાઈમાંથી પસાર થઇને ખેડકી દૌલા ટોલ પ્લાઝા પાસે સમાપ્ત થાય છે.
આ એક્સપ્રેસ વે પર ચાર મલ્ટી-લેવલ ઇન્ટરચેન્જ હશે. તેમાં ટનલ અથવા અંડરપાસ, એટ-ગ્રેડ રોડ સેક્શન, એલિવેટેડ ફ્લાયઓવર અને ફ્લાયઓવર પર ફ્લાયઓવરનો સમાવેશ થાય છે. 9 કિલોમીટર લાંબો, 34 મીટર પહોળો એક જ થાંભલા પર આઠ લેન ધરાવતો એલિવેટેડ રોડ દેશમાં આ પ્રકારનો પ્રથમ રોડ છે.
તેમાં દેશની સૌથી લાંબી 3.6 કિલોમીટર પહોળી (આઠ લેન) શહેરી ટનલનો પણ સમાવેશ થાય છે. કાર્ય પૂર્ણ થયા પછી, તે દિલ્હીના દ્વારકા સેક્ટર-25 આગામી ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (આઈઆઈસીસી) સુધી પહોંચવાનું પણ સરળ બનાવશે. આ સાથે IGI પણ ટનલ દ્વારા એરપોર્ટ સુધી પહોંચી શકશે.
તે દ્વારકાના સેક્ટર-88, 83, 84, 99, 113ને સેક્ટર -21 ઉપરાંત ગુરુગ્રામના ગ્લોબલ સિટી સાથે પણ જોડે છે. એક્સપ્રેસ વે સંપૂર્ણપણે સલામતી મિકેનિઝમથી સજ્જ છે. અહીં ટોલ કલેક્શન સિસ્ટમ સંપૂર્ણપણે ઓટોમેટિક છે.
આ બાંધકામ ચાર તબક્કામાં કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિલ્હી ક્ષેત્રમાં મહિપાલપુરમાં શિવ મૂર્તિથી બિજવાસન સુધી (5.9 કિમી), બીજો બિજવાસન આરઓબીથી ગુરુગ્રામમાં દિલ્હી-હરિયાણા સરહદ સુધી (4.2 કિમી), ત્રીજો દિલ્હી-હરિયાણા સરહદથી બસાઈ આરઓબી સુધી (10.2 કિમી). અને ચોથો બસાઈ ROB થી ખેડકી દૌલા (ક્લોવરલીફ ઇન્ટરચેન્જ) (8.7 કિમી).
તેને તૈયાર કરવામાં 2 લાખ મેટ્રિક ટન સ્ટીલ (એફિલ ટાવરમાં વપરાયેલા સ્ટીલનું ત્રીજું ગણું) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 20 લાખ ક્યૂબિક મીટર ક્રોક્રીટ (બુર્જ ખલીફામાં વપરેયા ક્રોકીટનું 6 ગણું) ના ખપત થઇ હોવાનું અનુમાન છે.