દુલ્હનની જેમ સજાવાઈ કૃષ્ણની દ્વારકા નગરી : પહેલીવાર જન્માષ્ટમી કરતા વધુ રોનક જોવા મળી
વડાપ્રધાનના આગમન પહેલા દ્વારકા નગરી સજી ઉઠી છે. ગોમતી ઘાટ, સુદામા સેતુ સહિત અનેક પ્રવાસના સ્થળો રોશનીથી ઝગમગી ઊઠ્યા છે. દ્વારકાના મુખ્ય માર્ગોને પણ લાઈટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે. જન્માષ્ટમીના પર્વથી પણ વિશેષ શણગારવામાં આવી છે દ્વારકા નગરી.
દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટ ખાતે વોટર શો આયોજિત કરાયો છે. જ્યાં કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલા કિસ્સાઓ બતાવવામાં આવી રહ્યાં છે.
બેટદ્વારકા વચ્ચે નવો બનાવવામાં આવેલ સિગ્નેચર બ્રિજનું નામ બદલીને સુદર્શન સેતુ રાખવામાં આવે તેવી શક્યતા છે. ઓખા બેટ દ્વારકાને જોડતો આ બ્રિજનું નામ રમણ દ્વીપ અથવા કૃષ્ણ સેતુ સહિતનાં અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપ જિલ્લા પ્રમુખ મયુર ગઢવી દ્વારા પોસ્ટરમાં સિગ્નેચર બ્રિજની જગ્યાએ સુદર્શન સેતુ નામનો ઉલ્લેખ કરાયો છે. સિગ્નેચર બ્રિજના નામને લઈને અનેક લોકોએ નામ બદલવાની માંગ ઉઠી છે.
આ સિગ્નેચર બ્રિજને 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકાશે. બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પૂર્વે તારીખ 24 ફેબ્રુઆરીના રાત્રિના સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રે રોકાણ કરશે.
જ્યારે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે હવાઈ માર્ગે આવી પહોંચ્યા બાદ જામનગર શહેરના દીગજામ સર્કલથી સર્કિટ હાઉ સુધીના લાલબંગલા સર્કલ સુધીના માર્ગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિનંદન ઝીલશે.