લહેરા દો... ગુજરાત પોલીસના જવાનોએ ટાપુ પર લહેરાવ્યો તિરંગો, અદભૂત નજારો
ભારતની પશ્ચિમી દરિયાઈ સરહદે આવેલ પ્રથમ માનવ વસ્તીવાળા અજાડ ટાપુ ઉપર સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ધ્વજ વંદન, તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હર ઘર તિરંગા અભિયાનની ત્રીજી આવૃત્તિને લઈને ગુજરાતમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત પોલીસ પણ આમાં પાછળ નથી. પોલીસ દ્વારા મોટા શહેરોમાં તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
તો બીજી તરફ અન્ય સરહદો અને નાના ટાપુઓની રક્ષા કરતા સૈનિકો પણ આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ગુજરાત પોલીસની અનોખી ઉજવણીનો વીડિયો ગુજરાત પોલીસના ડીજીપી વિકાસ સહાયે શેર કરી છે.