ભૂકંપે નોતર્યો વિનાશ, જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા, અત્યાર સુધીમાં 2300 થી વધુના મોત

Mon, 06 Feb 2023-10:31 pm,

સોશિયલ મીડિયા પર આ ઘટનાના અનેક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં તબાહીનો મંજર હોવા મળી રહ્યો છે. મોટી મોટી ઈમારતો જમીન દોસ્ત  થતી જોવા મળી રહી છે. તુર્કીમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. અનેક એજન્સીઓ બચાવકાર્યમાં લાગી છે. અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે.

તુર્કીમાં લોકોએ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાંથી બહાર નીકળવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. આવી સ્થિતિમાં માર્ગો પર ભારે જામ છે. બચાવ દળને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્રે લોકોને રસ્તા પર ન આવવાની અપીલ કરી છે. બીજી તરફ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી મસ્જિદોને આશ્રય માટે ખોલી દેવામાં આવી છે. જે લોકોના ઘર ભૂકંપથી ધ્વસ્ત થઈ ગયા છે તેમને મસ્જિદમાં આશ્રય આપવામાં આવી રહ્યો છે.

તુર્કીના ગૃહ પ્રધાન સુલેમાન સોયલુના જણાવ્યા અનુસાર, ગાઝિયાંટેપ, કહરામનમારસ, હટાય, ઓસ્માનિયા, અદિયામાન, માલત્યા, સાનલિઉર્ફા, અદાના, દિયારબાકીર અને કિલિસ સહિત 10 શહેરો સૌથી વધુ પ્રભાવિત થયા છે.

તુર્કીના વાઇસ પ્રેસિડેન્ટ ફુઆત ઓકટેએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 1,700 થી વધુ ઇમારતો નાશ પામી છે અને ઓછામાં ઓછા 78 સતત ભૂકંપ નોંધાયા છે જેની મહત્તમ તીવ્રતા 6.6 છે. સીરિયામાં 810 લોકોએ જીવ ગુમાવ્યા છે અને એક હજારથી વધુ લોકો ઘાયલ છે.

ભૂકંપનું કેન્દ્ર તુર્કી કાઝિયાટેપમાં હતું. જે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર છે. આવામાં સીરિયાના અનેક શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. એવું કહેવાઈ રહ્યું છે કે બોર્ડરની બંને બાજુ ભારે તબાહી થઈ છે. તુર્કીના સ્થાનિક સમય મુજબ સવારે 4.17 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો. કેન્દ્ર બિન્દુ જમીનથી 17.9 કિલોમીટર અંદ હતું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link