પાકિસ્તાનમાં ભૂકંપે સર્જેલી તારાજીની તસવીરોઃ સડકો વચ્ચેથી ફાટી ગઈ, મકાન થયા જમીનદોસ્ત

Tue, 24 Sep 2019-7:24 pm,

ભૂકંપ આવ્યા પછી પાકિસ્તાનના મીરપુરમાં કટોકટી જાહેર કરાઈ છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદ, પેશાવર, રાવલપિંડી અને લાહોર સહિત અનેક શહેરોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ઉપરાંત પાકિસ્તાનના મુલ્તાન, ફૈસલાબાદ, તક્ષશિલામાં પણ ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા હતા. 

પીઓકેના મીરપુરના જાટલાનમાં એક નહેરના કિનારેથી પસાર થતી આખી સડક સંપૂર્ણપણે જમીનમાં ઉતરી ગઈ છે અને રોડ પર ઊભેલા વાહન તેમાં ફસાઈ ગયા છે. આટલું જ નહીં અહીં મોટી સંખ્યામાં મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. ઝેલમ નદી પર બનેલા મંગલા ડેમમાંથી આ નહેર નિકળે છે. નહેર પર બનેલો એક પુલ પણ તુટી ગયો છે. પાકિસ્તાનની જિયો ન્યૂઝ ચેનલ અનુસાર નહેરના કિનારે લગભગ 20 ગામ વસેલા છે, જેમાં હજારો લોકો ભૂકંપના કારણે મુશ્કેલીમાં ફસાયેલા હોઈ શકે છે.   

પાકિસ્તાનના મીરપૂરમાં ભૂકંપના કારણે સૌથી વધુ નુકસાન થયું છે. અહીં સડકોમાં બે ફાડ પડી ગઈ છે. અનેક સ્થળે મકાન પડી ગયા છે. એક હોસ્પિટલમાં પણ ભારે નુકસાન થયું છે. 

ભારતમાં જમ્મુ-કાશ્મીરના રાજોરી, પુંછ, જમ્મુ, ઉધમપુર અને રામબનના કેટલાક વિસ્તારોમાં ભૂકંપની ઊંચી તીવ્રતા અનુભવાઈ હતી. જમ્મુ-કાશ્મીર ઉપરાંત દિલ્હી અને એનસીઆરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ઉપરાંત, ચંડીગઢ, અંબાલા, પાણીપત, અમૃતસર, લુધિયાણા સહિત સમગ્ર પંજાબ રાજ્ય, હરિયાણા રાજ્ય અને રાજસ્થાનના તમામ મોટા શહેરોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જોકે, ભારતમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. 

યુરોપિયન-મેડિટરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર(EMSC) અનુસાર ભારતમાં અનુભવાયેલા આ તીવ્ર ભૂકંપનું કેન્દ્રબિંદુ લાહોરથી 173 કિમી દૂર અને રાવલપિંડીથી 81 કિમી દૂર મીરપૂરના જાટલનમાં છે. રિક્ટર સ્કેલ પર બૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. હિમાચલની પ્લેટમાં હલચલ થતાં આ ભૂકંપ અનુભવાયો છે. 

પાકિસ્તાનના જીયો ટીવી અનુસાર ઈસ્લામાબાદ, રાવલપિંડી, મુરી, ઝેલમ, ચારસદ્દા, સ્વાદ, ખૈયબર, અબોટાબાદ, બાજૌર, નૌશેરા, માનશેરા, બટ્ટાગ્રામ, તોરઘર અને કોહીટાનમાં પણ 8થી 10 સેકન્ડ સુધી ધરતીમાં કંપનનો અનુભવ થયો હતો. જેના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link