Garlic and Jaggery: લસણ અને ગોળ એકસાથે ખાવાથી દૂર થઈ શકે છે આ 5 સમસ્યા, જાણો ખાવાની રીત
લસણ અને ગોળ એકસાથે ખાવાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. તેનાથી ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. સાથે જ રક્ત સંચાર પણ સુધરે છે. લસણ અને ગોળને એક સાથે ખાવાથી હાર્ટની હેલ્થ સારી રહે છે.
લસણ અને ગોળને એકસાથે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ગોળમાં વિટામીન કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે જે શરીરને રોગ સામે લડવાની શક્તિ આપે છે. લસણમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે બીમારીઓથી બચાવે છે.
લસણ અને ગોળનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને શરીરને કેલેરી ઝડપથી બળે છે. લસણ અને ગોળનું કોમ્બિનેશન ભૂખ અને કંટ્રોલ કરે છે જેના કારણે વજન ઘટાડવામાં મદદ મળે છે.
લસણ અને ગોળનું સેવન કરવાથી પાચનતંત્ર સારું રહે છે. ગોળ અને લસણમાં રહેલા પોષક તત્વો પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. નિયમિત ગોળ અને લસણ ખાવાથી ગેસ, એસીડીટી, અપચો, કબજિયાત અને બ્લોટીંગ જેવી સમસ્યાથી છુટકારો મળે છે.
લસણ અને ગોળ એકસાથે ખાવાથી રક્ત શુદ્ધ થાય છે. લસણ અને ગોળ શરીરમાંથી હાનિકારક પદાર્થોને બહાર કાઢે છે અને બોડીને ડિટોક્ષ કરે છે. બ્લડ પ્યોરીફાઈ થઈ જાય તો સ્કીન સંબંધિત સમસ્યાથી પણ છુટકારો મળે છે.
સવારે ખાલી પેટ લસણની બે કળીને ગોળ સાથે મિક્સ કરીને ખાવી. શિયાળામાં નિયમિત રીતે લસણ અને ગોળ ખાવાથી ઉપર જણાવ્યા અનુસારના લાભ થવા લાગશે.