Hair Care Tips: ખરતા વાળ અટકાવવા હોય તો ખાવી આ 5 વસ્તુઓ, એક પણ વાળ નહીં જોવા મળે કાંસકામાં
જો તમારે વાળને મજબૂત કરવા હોય તો ઈંડાનું સેવન કરવું. વાળ પ્રોટીનથી બને છે અને પ્રોટીનની ઉણપ સર્જાય તો વાળ ખરવા લાગે છે તેવામાં ઈંડા પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત સાબિત થાય છે ઈંડા નું સેવન કરવાથી શરીરમાં પ્રોટીનની ખામી દૂર થાય છે. રોજ એક ઈંડુ ખાવાથી શરીરની પ્રોટીન ની જરૂરિયાત પૂરી થાય છે અને ખરતા વાળ અટકે છે.
મગફળી અથવા તો પીનટ બટર પણ વાળ માટે ફાયદાકારક છે. તેમાં સારા એવા પ્રમાણમાં વિટામિન ઈ હોય છે અને બાયોટીન હોય છે. જે વાળને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી હોય છે. તમે પોતાના આહારમાં પીનટ બટન નો સમાવેશ કરશો તો ખરતા વાળ અટકશે.
જો તમે વાળને લાંબા બનાવવા ઈચ્છો છો તો પાલક સૌથી વધુ ફાયદાકારક છે. પાલક ખાવાથી શરીરને ફોલેટ અને ઘણા પ્રકારના વિટામિન મળે છે જે વાળને પણ સ્વસ્થ રાખે છે.
ડ્રાયફ્રૂટ્સમાં પણ ઘણા બધા પ્રકારના ફેટી એસિડ વિટામિન ઈ અને વિટામીન બી હોય છે જે વાળને પોષણ આપવા માટે જરૂરી છે. તેનું સેવન કરવાથી ઘણી બધી સમસ્યાઓ મટી જાય છે. તમે દૈનિક આહારમાં શું કામ લેવાનું સમાવેશ કરશો તો તેનાથી પણ વાળ ખરતા અટકશે.
સંતરા, લીંબુ, દ્રાક્ષ જેવા ખાટા ફળ વિટામીન સી થી ભરપૂર હોય છે. વિટામીન સી હેર ગ્રોથ ને વધારે છે અને ક્ષતિગ્રસ્ત કોશિકાઓને રીપેર કરે છે. જે લોકોને ખરતા વાળ ની સમસ્યા હોય તેમણે પોતાની ડાયટમાં ખાટા ફળનો સમાવેશ કરવો જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)