Onion: ભોજન સાથે રોજ ડુંગળી ખાવાથી લૂથી બચાવ થશે, જાણો ડુંગળી ખાવાના 5 ફાયદા
ડુંગળી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળામાં ડુંગળી ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે અને સાથે જ ગરમીમાં લુ લાગવાથી પણ બચી જવાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે હીટવેવ દરમ્યાન રોજ ડુંગળી ડાયટમાં સામેલ કરવી જોઈએ.
ડુંગળીમાં એવા ઘણા તત્વ હોય છે જે સ્કીનને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તેમાં વિટામિન એ, સી અને કે હોય છે જે સ્કીનને ચમકદાર બનાવે છે અને ડાઘ દૂર કરે છે.
ડુંગળી હાડકાને પણ મજબૂત બનાવે છે. જો રોજ ડુંગળીનું સેવન કરો છો તો તેનાથી ઓસ્ટીઓપોરોસિસ થવાનું જોખમ ઘટી જાય છે.
ડુંગળી હાર્ટનું સ્વાસ્થ્ય પણ સારું રાખે છે. ડુંગળીને ડાયટમાં સામેલ કરવાથી બેડ કોલેસ્ટ્રોલની સમસ્યામાં ફાયદો થાય છે. ડુંગળીમાં એવા તત્વ હોય છે જે સુગરને પણ કંટ્રોલ કરે છે.
ઓરલ હેલ્થને પણ ડુંગળી બરાબર રાખે છે. રોજ કાચી ડુંગળી ખાવાથી દાંતમાં બેક્ટેરિયા વધતા નથી જો બેક્ટેરિયા હોય તો તેનો પણ સફાયો થઈ જાય છે. ડુંગળીથી પેઢાની સમસ્યામાં પણ રાહત મળે છે.