વિનાશના નિશાન છોડી ગયું તિતલી, જુઓ આંધ્ર અને ઓડિશામાં કેવી છે સ્થિતિ

Fri, 12 Oct 2018-11:13 am,

150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવતા પવને બન્ને રાજ્યામાં ભારે વિનાશ વિખેર્યો છે. જ્યાં મકાન, ઝાડ તેમજ વિજળીના થાભંલા ધરાશાયી થયા છે. તોફાનના કારણે આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ અને વિજિયાનગર જિલ્લો તથા ઓડિશાના ગજપતિ અને ગંઝામ જિલ્લામાં ભારે નુકસાન પહોંચ્યું છે. ભારતીય હવામાન વિભાગે પોતાની રિપોર્ટમાં કહ્યું હતું કે ચક્રવાત તિતવી આંધ્ર પ્રદેશમાં શ્રીકાકુલમ જિલ્લાના પલાસાની પાસે અને ઓડિશામાં ગોપાલપુરના દક્ષિણ-પશ્ચિમ કિનારા પર સવારે 4:30થી 5:30 વચ્ચે આવ્યું હતું. ચક્રવાતની સાથે 140-150 કિલોમીટરથી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો.

ઓડિશામાં થઇને ચક્રવાત તોફાન હવે પશ્ચિમ બંગાળમાં ગંગા કિનારાવાળા વિસ્તારો તરફ વધી રહ્યું છે અને ધીરે-ધીરે નબળું પડી રહ્યું છે. આંધ્ર પ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ (એસડીએમએ) જણાવ્યું હતું કે ચક્રવાતથી સામાન્ય જનજીવન ઠપ થઇ ગયું છે. તેમાં શ્રીકાકુલમ અને વિજયનગરમમાં ભારે વિનાશ મચાવનાર જ્યાં બુધવારે મોડી રાત્રે અતી ભારે વરસાદ થઇ રહી છે.

આંધ્ર પ્રદેશમાં તોફાન સાથે સંબંધિત અલગ-અલગ ઘટનાઓમાં 8 લોકોના મોત થયા છે. એસડીએમએ જણાવ્યું હતું કે ગુડિવાડા અગ્રહારમ ગામમાં 62 વર્ષીય એક મહિલાની ઉપર ઝાડ પડવાથી તેનું મોત થયું હતું તથા શ્રીકાકુલમ જિલ્લાના રોતનાસા ગામમાં એક મકાન ધરાશાયી થવાથી 55 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે સમુદ્રમાં ગયેલા 6 માછીમોરાનું પણ મોત થયું હતું.

મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે પૂર્વી ગોદાવરી જિલ્લામાં કાકીનાડાથી પાછલા કેટલા દિવસોમાં દરિયામાં ગયેલી માછલી પકડનારી 67 બોટમાંથી 65 સુરક્ષિત કિનારે પરત ફર્યા આવ્યા છે. શ્રીકાકુલમ જિલ્લામાં રોડ નેટવર્કને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. વિજળી વિતરણ નેટવર્ક પણ ઘણું પ્રભાવિત થયું છે. ઝડપી પવન ફુંકાવવાથી 2 હજારથી વધારે વિજળીના થાભંલા ઉખડી ગયા હતા.

પૂર્વી વીજળી વિતરણ કંપનીઓએ કહ્યું કે શ્રીકાકુલમ જિલ્લામાં 4,319 ગામ અને 6 શહેરોમાં વીજળી વિતરણ તંત્ર પ્રભાવિત થયુ છે. ઝાડના ધરાશાયી થવાથી ચેન્નાઇ-કોલકાતા રાષ્ટ્રીય રાજમાર્ગ પર ટ્રાફિક વધ્યો છે. પૂર્વી કિનારાની સાથેસાથે દક્ષિણ મધ્ય રેલવેની કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે જ્યારે કેટલાક માર્ગમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. કેટલીક એક્સપ્રેસ ટ્રેનોને બીજા ક્ષેત્રોથી માર્ગ પરિવર્તન કરવામાં આવ્યું છે. શ્રીકાકુલમ જિલ્લામાં બાગકામના પાકોનું મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ તથા વિજયનગરમમાં અનાજના ખેતરોમાં મોટું નુકસાન પહોંચ્યું હતુ.

કોતાબોમ્માલી (24.82 સેમી.), સંથાબોમ્માલી (24.42 સેમી.), ઇચ્છાપુરમ (23.76 સેમી.) અને તેક્કાલી (23.46 સેમી.)ના પછી પલાસા, વજ્રાપુકોત્તુરૂ, નંદીગામ વિસ્તારોમાં 28.02 સેમી. વરસાદ નોંધાયો છે. મુખ્યમંત્રી કાર્યલાયે જણાવ્યું હતું કે શ્રીકાકુલમ જિલ્લાના અન્ય મંડળોમાં બે સેમી.થી 13.26 સેમી. સુધીનો વરસાદ નોંધાયો છે. ત્યારે ઓડિશામાં પણ ચક્રવાત તોફાન તિતલીએ ભારે વિનાશ મચાવ્યો જેના કારણે મોટી સંખ્યામાં ઝાડ અને બીજળીના થાંભલા ધરાશાયી થયા છે. કેટલાક ઝૂપડી જેવા ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link