Electric Car ખરીદનારા લોકો માટે ખુશખબર! કારના ભાવ ઘટશે, Import Duty માં થશે મોટો ઘટાડો

Tue, 10 Aug 2021-3:28 pm,

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે આપના માટે સારી ખબર છે. કેન્દ્ર સરકાર (Modi Government) ઈલેક્ટ્રિક કાર પર લગાવવામા આવતા આયાત શુલ્ક (Import Duty Cut) પર 40 ટકા સુધીનો ઘટાડો કરવાની યોજના તૈયાર કરી રહી છે. જો આવુ થયું તો ઈ-કારના ભાવમાં ભારી ઘટાડો (E-Cars Prices) આવી જશે.

 

સરકાર 40 હજાર ડોલરથી ઓછી કિંમત વાળા ઈ-વાહનોની આયાત શુલ્કમાં 60 ટકા ઘટાડો કરીને 40 ટકા કરવાનો વિચાર કરી રહી છે. જ્યારે 40 હજાર ડોલરથી વધુ કિંમતના ઈ-વાહનો પર આયાત શુલ્ક 100 ટકાથી ઘટાડીને 60 ટકા કરવાની યોજના બનાવી રહી છે.  તેવામાં જો આ યોજના પર સહમતિ થાય છે તો ઈલેક્ટ્રિક કારના ભાવ ઘટી જશે.

એક અધિકારી તરફથી મળેલી માહિતી અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં નાણામંત્રાલય, વાણિજ્ય મંત્રાલય અને નીતિ આયોગ આયાત શુલ્કમાં ઘટાડાના પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યું છે. જોકે ઈલેક્ટ્રિક કાર તૈયાર કરનારી દુનિયાની સૌથી મોટી કંપની ટેસ્લાના (Tesla) માલિક એલન મસ્કે (Elon Musk) જુલાઈ મહિનામાં ભારત સરકારને ચિઠ્ઠી લખીને ઈ-કારના આયાત શુલ્કમાં ધટાડો કરીને 40 ટકા કરવાનો આગ્રહ કર્યો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સમયે ભારતમાં મોટી સંખ્યામાં ઈલેક્ટ્રિક વાહનોની આયાત નથી થઈ રહી. તેવામાં કન્દ્ર સરકારે આયાત શુલ્કમાં ઘટાડો કરવામાં તકલીફ નહીં પડે. સરકાર પોતાના આર્થિક લાભ જોતા આ નિર્ણય લઈ શકે છે.

એક અન્ય અધિકારીના જણાવ્યા અનુસાર માત્ર ઈલેક્ટ્રિક વાહનોની આયાત શુલ્કમાં ઘટાડાનો વિચાર થઈ રહ્યો છે. એટલે આ ઘરેલુ વાહન નિર્માતાઓ માટે ચિંતાનું કારણ નહીં બની શકે. સૂત્રો અનુસાર સરકાર ટેસ્લા જેવી કંપનીના સ્થાનિય સ્તર પર નિર્માણ કરીને ઘરેલુ અર્થવ્યવસ્થાને ફાયદો કરાવવાની શર્ત પર શુલ્કમાં ઘટાડો કરવાના પક્ષમાં છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link