BMW એ પોતાની પહેલી ઈલેક્ટ્રીક સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી, જે સિંગલ ચાર્જમાં આપે છે 600 કિલોમીટરની માઈલેજ
માર્કેટમાં હવે કાર બનાવતી કંપનીઓ વચ્ચે નવી સ્પર્ધા લાગી છે. જેમાં કંપનીઓ પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારથી આગળ વધીને ઈલેક્ટ્રીક કાર બનાવવા તરફ આગળ વધી રહ્યાં છે. અનેક દિગ્ગજ કાર કંપનીએ પોતાની શાનદાર અને સુવિધાથી સજ્જ ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરી છે. તેવામાં જર્મનીની દિગ્ગજ લક્ઝરી કાર કંપની BMWએ પણ પોતાની ઓલ ઈલેક્ટ્રીક કાર i4 ઈલેક્ટ્રીક સ્પોર્ટ સેડન કાર લોન્ચ કરી છે. તો આવો જાણીએ આ લક્ઝરી ઈલેક્ટ્રીક કાર વિશે તમામ ફિચર્સ.
દિગ્ગજ લક્ઝરી કાર કંપની BMWએ પણ પોતાની ઓલ ઈલેક્ટ્રીક કાર i4 ઈલેક્ટ્રીક સ્પોર્ટ સેડન કાર લોન્ચ કરી છે. BMW i4 એક ફુલ ઈલેક્ટ્રીક 4-ડ્રોન ગ્રાન્ડ કૂપે કાર છે. જે આ વર્ષના અંતમાં સ્પોર્ટી BMW M પર્ફોર્મેન્સ વર્ઝન સાથે માર્કેટમાં લોન્ચ થશે. BMWએ પુષ્ટિ કરી છે કે i4 3 પાવર વર્ઝનમાં ઉપલબ્ધ થશે. જેમાં EDRIVE35, EDRIVE40 અને ટોપ રેન્જિંગ M50 સામેલ છે. નવી BMW i4 જર્મન કાર નિર્માતાની પહેલી ઈલેક્ટ્રીક સ્પોર્ટ કાર હશે. આ સાથે જ કાર લેટેસ્ટ iDRIVE 8 ટેક્નોલોજીવાળી પહેલી BMW મોડલમાંથી એક છે. નવી i4માં 14.9 ઈંચની ટચસ્ક્રિન ડિસ્પ્લે અને 12.3 ઈંચનું ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા ફિચર આપવામાં આવ્યા છે.
રેંજ અને સ્પીડઃ WLTP મુજબ BMW i4ને ફુલ ચાર્જ કરતા કાર 600 કિલોમીટરની માઈલેજ આપે છે. ઈલેક્ટ્રીક સેડન કારમાં આપેલું એન્જીન મહત્તમ 350BHPનો પાવર જનરેટ કરી શકે છે. આ કાર લગભગ 4 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.
2022 BMW i4 ઈલેક્ટ્રીક સ્પોર્ટ સેડન કાર એક વર્ષ પહેલા CEAS 2020માં લોન્ચ કરાયેલી કોન્સેપ્ટ વર્ઝનથી બહુ અલગ નથી. આ કારમાં થોડા ફેરફાર સાથે લગભગ ગત કાર જેવી ગ્રિલ આપવામાં આવી છે. જે હાજર 3 અને 4 સિરીઝ કારમાં આપવામાં આવેલી કારમાં ગ્રિલના આકારની છે. BMW AGના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય પીટરે કહ્યું કે સ્પોર્ટી લુક્સ, ક્લાસ ડ્રાઈવિંગ ડાયનામિક્સમાં સર્વશ્રેષ્ઠ અને ઝીરો લોકલ ઉત્સર્જન સાથે BMW i4 વાસ્તવિક BMW છે. આ BMW બ્રાંડના દિલને સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રીક કાર બનાવી આપે છે.