રાત-દિવસ AC ચલાવશો તો પણ નહી વધે લાઇટ બિલ! અપનાવો આ 5 સરળ Tips
જ્યારે પણ તમે ઘરમાં એસી ઓન કરો છો, તો ધ્યાન રહે કે રૂમનો સીલિંગ ફેન પણ ઓન છે. એસી અને ફેનની સાથે ઓન રાખવાથી ઠંડી હવા રૂમના દરેક ખૂણામાં જલદી પહોંચે છે.
ઘણા સ્ટડીઝમાં આ વાત સામે આવી છે કે વિજળીની બચત અને સારા કૂલિંગ, બંને માટે એસીને 24 ડિગ્રી પર સેટ કરીને રાખો.
જ્યારે પણ તમે એસી ચલાવો છો, ખાસકરીને જ્યારે સુતી વખતે એસીનું ટાઇમર જરૂર સેટ કરો. આ પ્રકારે રૂમ ઠંડો થયા બાદ એસી આપમેળે બંધ થઇ જશે. તેનાથી તમારું ઘણું લાઇટ બિલ બચી જશે.
સ્પિલ્ટ એસી તો નહી, લીકેજનો પ્રોબ્લમ સામાન્ય રીતે વિંડો એસીમાં વધુ હોય છે. ધ્યાન રાખો કે જો તમારા ઘરમાં વિંડો એસી છે, તો તેમાં લીકેજ ન હોય. તેનાથી કૂલિંગ પર અસર પડે છે જેથી લાઇટનું બિલ પણ વધે છે.
એસી એક એવું મશીન છે અને તેને પણ સમયાંતરે સર્વિસની જરૂર પડે છે. લાંબા સમય સુધી સર્વિસ વિના એસી ચલાવતાં કૂલિંગ ઓછું થઇ જાય છે અને એસી વિજળીનો પણ ઉપયોગ વધુ કરે છે.