કષ્ટભંજન દાદા કષ્ટ હણે! માઠી દશા બેઠા બાદ હીરા ઉદ્યોગના બેકાર રત્ન કલાકારો પહોચ્યા સાળંગપુર શરણે
બોટાદ જિલ્લા ડાયમંડ એસોશિયેશન અને રત્ન કલાકારો બોટાદથી સાળંગપુર અગીયાર કિલોમીટર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પદયાત્રા યોજી હતી. હિરા ઉદ્યોગમાં મંદીના વાદળો ઘેરાયા છે અને રત્ન કલાકારો અને હિરાના વેપારીઓની હાલત દયનીય બની છે.
આ વિશે ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ધોળુએ જણાવ્યું કે, તેમજ મંદીની મહામારી મા કેટલાય કારખાના બંધ થયાં છે અને કેટલાક કારખાનાઓ બંધ થવાની તૈયારીમાં છે. જેના કારણે રત્ન કલાકારો અને હિરાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેથી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાને પૂજન અર્ચન કરીને ધજા ચઢાવીને હિરા ઉદ્યોગમાં તેજી આવે તેવી પ્રાર્થના કરવા માટે બોટાદથી સાળંગપુર પદયાત્રા યોજી હતી
બોટાદ જિલ્લા ડાયમંડ એસોશિયેશન અને રત્ન કલાકારોએ હિરા બજારથી વાજતે ગાજતે જય શ્રી રામ ના નારા સાથે બોટાદ થી સાળગપુર પદ યાત્રા યોજી હતી. આ પદયાત્રા મા મોટી સંખ્યામાં રત્ન કલાકારો, હિરાના વેપારીઓ અને હિરાના દલાલો જોડાયા હતા અને વાજતે ગાજતે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પહોચ્યાં હતા.
તમામ રત્ન કલાકારો, હિરાના વેપારીઓએ હનુમાનજી દાદાને ધજા ચઢાવી ને પૂજાઅર્ચના કરી હતી અને હિરા ઉદ્યોગમાં તેજી આવે જેના કારણે તમામ રત્ન કલાકારો અને હિરાના વેપારીઓના ધંધા રોજગાર ધમધમતા થાય તેમ કષ્ટભંજન હનુમાનજી દાદાને પ્રાર્થના કરી હતી