Trending Web Shows-Movies: દિવાળીની રજાઓમાં ઘર બેઠા માણો આ 5 ફિલ્મો અને વેબ સીરીઝની મજા

Sun, 12 Nov 2023-4:40 pm,

જો તમે દિવાળી પર પરિવાર સાથે ઘરે બેસીને કંઈક સારું જોવા માંગો છો તો ઈશાન ખટ્ટરની પીપા બેસ્ટ ચોઈસ સાબિત થઈ શકે છે. પીપા ફિલ્મ 'બેટલ ઓફ ગરીબપુર' પર આધારિત છે. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર, મૃણાલ ઠાકુર, સોની રાઝદાન સહિત ઘણા કલાકારો જોવા મળશે. પીપા મૂવી એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.

અભિષેક બચ્ચન અને સૈયામી ખેરની ફિલ્મ ઓગસ્ટમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પરંતુ હવે તે ઓટીટી પર આવી ચુકી છે. આ ફિલ્મ સ્પોર્ટ્સ સાથે જોડાયેલી પ્રેરણાદાયી સ્ટોરી દર્શાવે છે. અભિષેક અને સૈયામીની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ZEE5 OTT પ્લેટફોર્મ પર જોઈ શકાય છે.

જો તમને દિવાળીની રજાઓમાં કોઈ રોમાંચક સીરિઝ જોવાનું મન હોય તો પીઆઈ મીના પણ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. એક ડિટેક્ટીવ ગર્લ પર આધારિત આ સીરિઝની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. આ સીરિઝ એમેઝોન પ્રાઇમ પર જોઈ શકાય છે.

સુષ્મિતા સેનની ક્રાઈમ ડ્રામા થ્રિલર સીરિઝની આ ત્રીજી સીઝન રિલીઝ થઈ ગઈ છે. આ સીરિઝમાં દમદાર સ્ટોરીની સાથે સુસ્મિતાનો એક્શન જોવા મળશે.  

આ વેબ સિરીઝમાં ટ્રાન્સજેન્ડર લવ સ્ટોરી જોવા મળશે. આ વાર્તાઓ એટલી અદ્ભુત છે કે ક્યારેક તમે લાગણીઓમાં વહી જશો તો ક્યારેક તમારા રુંવાળા ઊભા થઈ જશે. આ સીરીઝ એમેઝોન પ્રાઇમ પર જોઈ શકાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link