Actress Bridal Lehanga: શું તમે પણ લગ્નમાં બોલીવુડની અભિનેત્રીની જેમ તૈયાર થવા માંગો છો? જાણો કેટલો ખર્ચો થશે
Deepika Padukone: દીપિકા આજે બોલીવુડની સૌથી હોટ અભિનેત્રીઓમાંથી એક છે. તેણે નવેમ્બર 2018માં રણવીર સાથે લગ્ન કર્યા હતા. તે સમયે તેણે રૂપિયા 12 લાખનો લહેંગો પહેર્યો હતો.
Sonam Kapoor: અનિલ કપૂરની લાડલી સોનમની ફેશન સેન્સ ગજ્જબની છે. તેણે લગ્ન માટે સ્પેશિયલ બ્રાઈડલ લહેંગો તૈયાર કરાવ્યો હતો. જેની પાછળ 6 મહિનાનો સમય લાગ્યો હતો. આ લહેંગાની કિંમત 70 લાખ હોવાનું કહેવાય છે.
Katrina Kaif: વિક્કી કૌશલ જોડે સલમાનની એક્સ ગર્લ ફ્રેન્ડ કેટરીના કૈફે લગ્ન કર્યાં. તે સમયે તેણે જે લહેંગો પહેર્યો હતો તેની કિંમત 17 લાખ રૂપિયા સુધી હોવાનો અંદાજ છે.
Priyanka Chopra: પ્રિયંકા ચોપરાએ લગ્નમાં સબ્યસાચીનો લાલ લહેંગા પહેર્યો હતો. પ્રિયંકાના આ લહેંગાની કિંમત 18 લાખ રૂપિયા કહેવાય છે, એટલે કે આ લહેંગા તમારા ખિસ્સાને સારી રીતે ખાલી કરી દેશે.
Anushka Sharma: અનુષ્કા શર્માએ 2017માં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. તે સમયે તેણે સબ્યસાચીનો લહેંગો પહેર્યો હતો. જેની કિંમત 32 લાખ રૂપિયા સુધી હોવાનું કહેવાય છે.