બોલીવુડના સૌથી મોંઘા છૂટાછેડા, કોઈએ માંગ્યા કરોડ રૂપિયા તો કોઈએ માંગ્યો મિલકતમાં ભાગ
સૌથી પહેલા વાત કરીએ બોલીવુડના સૌથી મોંઘા ડિવોર્સની. વિવિધ મીડિયા રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી મુજબ ઋત્વિક રોશન અને સુઝેન ખાનનાં ડિવોર્સ આજે પણ બોલીવુડમાં સૌથી મોંઘા છૂટાછેડા માનવામાં આવે છે.
2017માં બંનેએ પોતાના 18 વર્ષના સંબંધને પૂર્ણ વિરામ આપ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ બંને એકબીજાની સહમતિથી છૂટા પડ્યા. ડિવોર્સ માટે મલાઈકાએ એલિમનીનાં રૂપમાં 15 કરોડ રૂપિયા માગ્યા હતા, જે અરબાઝે આપ્યા. આજે બંને પોતાના જીવનમાં આગળ વધી ચૂક્યા છે.
રાણી મુખર્જી સાથે લગ્ન થયા તે પહેલા આદિત્ય ચોપરા પરણિત હતા. પરંતુ બાદમાં તેમણે પાયલ ખન્નાને છૂટાછેડા આપી દીધા. માત્ર 9 વર્ષ સુધી ચાલેલા આ સંબંધની આદિત્ય ચોપરાએ ભારે ભરખમ કિંમત ચૂકવવી પડી હતી. આ છૂટાછેડા બોલીવુડના સૌથી એક્સપેન્સીવ હતા, જોકે રકમને લઈ હજુ સુધી કોઈ ખુલાસો નથી થયો.
2004માં થયેલા ડિવોર્સ અને તેમના સંબંધોની ચર્ચા આજે પણ થાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અમૃતાએ સૈફ પાસેથી 5 કરોડ રૂપિયા અને બાળકોના ભરણપોષણ માટે દર મહિને એક ચોક્કસ રકમની માગ કરી હતી.
ફરહાને વર્ષ 2000માં અધુના સાથે લગ્ન કર્યા હતા. પરંતુ અંદાજે 15 વર્ષમાં જ તેમના સંબંધોનો અંત આવવા લાગ્યો. જ્યારે વાત ફેમિલી કોર્ટ સુધી પહોંચી તો અધુનાએ ફરહાનની મિલકત માગી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ અધુનાએ મુંબઈના 1 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા બંગલાની એલિમનીના રૂપમાં માગ કરી હતી. સાથે જ બાળકીઓનો ખર્ચો પણ માગ્યો હતો.
આમિર ખાને રીના દત્ત સાથે લગ્ન ત્યારે કર્યા જ્યારે તેમણે બોલીવુડમાં ડેબ્યુ પણ કર્યુ ન હતુ. પરંતુ લગ્નનાં થોડા વર્ષો બાદ બંનેના સંબંધોમાં તિરાડ પડવા લાગી અને બંનેએ છૂટાછેડા લીધા. મીડિયા રિપોર્ટ્સ મુજબ આમિર ખાને રીના દત્તાને એલિમની માટે 50 કરોડ રૂપિયા આપ્યા હતા. (ફોટો સાભારઃ સોશિયલ મીડિયા) (નોંધ- અહીં આપવામાં આવેલી તમામ માહિતી જનરલ મીડિયામાં અપાયેલાં સમાચારોને આધારે લખવામાં આવી છે, ઝી મીડિયાએ એની પૃષ્ટી કરતું નથી)