Moni Roy Happy Birthday: ચારેય કોર છવાયેલો છે મોની રોયનો જાદુ, જુઓ તસવીરો

Wed, 28 Sep 2022-3:07 pm,

મોની રોયના માતા-પિતા ઈચ્છતા હતા કે, તે એક પત્રકાર બને. તે માટે તેમને જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના માસ કોમ્યુનિકેશન કોર્સમાં તેને એડમિશન અપાવ્યું હતું. પરંતુ અભ્યાસ પૂર્ણ થાય તે પહેસાં જ તેને મુંબઈ તરફનો રસ્તો અપનાવી લીધો. 

મૌની રોય એક બંગાળી પરિવાર સાથે જોડાયેલી છે. તે શરૂઆતથી જ એક્ટ્રેસ બનવા માગતી હતી. મૌની રોયે સ્કૂલનો અભ્યાસ પશ્ચિમ બંગાળમાંથી પૂર્ણ કર્યો અને તે બાદ તેને દિલ્લી યુનિવર્સિટીના મિરાંડા હાઉસ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું.

મૌની રોયના ઘણા ફેન્સને લાગે છે કે, તેમને પોતાના અભિનયની શરૂઆત ટીવી સિરીયલ્સથી કરી હતી. પરંતુ એવું નથી. તેમને પોતાના કરિયરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી.

 મુંબઈમાં તેમને પહેલો બ્રેક એકતા કપૂરની સીરિયલ સાસ ભી કભી બહૂથીમાં મળ્યો હતો. તેમાં તેણે એક્ટર પુલકિત સમ્રાટ સાથે કામ કર્યું હતું. સીરિયલમાં મૌનીએ કૃષ્ણા તુલસીનો રોલ પ્લે કર્યો હતો. તે બાદ તેમણે અનેક સિરીયલમાં કામ કર્યું હતું.

ક્યોંકી સાસ ભી કભી બહુ થી જેવા શોથી પોતાના કરિયરની શરૂઆત કરનારી મૌની રોયનો ચહેરો હવે ઘણો બદલાય ગયો છે. તમે તેમના જૂના અને નવા ફોટામાં તેમને ઓળખી જ નહીં શકો. મૌની રોયના લૂકમાં ઘણા નવા બદલાવ આવ્યા છે. તેની આઈબ્રોથી લઈને હોઠની સાઈઝ સુધી ઘણું બધુ બદલાઈ ગયુ છે. 

મૌની રોયના ટ્રાન્સ્ફાર્મેશનને સ્પષ્ટ જોઈ શકાય છે. તેને વર્ક આઉટ, ડાયટ અને સર્જરીની મદદથી પોતાનો આખો લૂક અને બોડી સ્ટ્રક્ચર બદલી નાખ્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link