Photos: વાયબ્રન્ટ સમિટ માટે ગાંધીનગરને રંગ-બેરંગી ‘મૂન લાઈટ’થી દુલ્હનની જેમ સોળ શણગારોથી સજાવાયું

Mon, 08 Jan 2024-6:45 pm,

પ્રધાનમંત્રી સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતની પાટનગર ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમના મુખ્ય સ્થળ મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સીટી, ગિફ્ટ સીટી સર્કલ, ચ-રોડ, ઘ-૨ સર્કલ, રક્ષાશક્તિ ફ્લાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગ-બેરંગી ‘મૂન લાઈટ’ અને વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવી છે. ગાંધીનગરની રાત્રિના આ નયનરમ્ય નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ગુજરાતમાં હાલ વાઈબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્રણ દિવસની વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં વિદેશમાંથી અનેક મહેમાનો આવશે. 136 દેશોમાંથી ડેલિગેટ્સ આવવાના છે. ત્યારે વાઈબ્રટ ગુજરાત સમીટના મહેમાનોને શું પીરસાશે તે સૌ જાણવા માંગે છે. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાતનો મેનુ સામે આવી ગયો છે. એક વાત તો પાક્કી છે, વિદેશી મહેમાનોને નોન-વેજ નહી અપાય. પરંતુ તેમને ગુજરાતની જ સ્વાદિષ્ટ વાનગીઓ પિરસવામા આવશે.  

વાઈબ્રન્ટ ગુજરાતમાં વિદેશી મહેમાનોને નોનવેજ નહિ પીરસાય, પંરતુ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામા આવશે. આ માટે ‘વાઈબ્રન્ટ ભારત થાળી’ નામ આપવામાં આવ્યું છે. વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનોને કાઠિયાવાડી અને ભારતીય વાનગીઓ પીરસવામા આવશે. પહેલા દિવસે ટેસ્ટ ઓફ ભારત થીમ પર ભોજન પીરસાશે. તો સાથે જ મિલેટસની વાનગીઓ પણ પીરસવામાં આવશે. પ્રથમ દિવસે ડિનર માટે ગયા હતા ટેસ્ટ ઓફ ગુજરાત થીમ પર તમામ મહેમાનોને ગુજરાતી ભોજન અપાશે.  

સલાડ, પાપડ, અથાણુ, ફુદીનાની ચટણી બાજરી અને બીટની ટિક્કી ચાટ અંજીર દહી કા કબાબ સબ્જ બદામી સોરબા સૂપ કાજુ કેસરની ગ્રેવીમાં શાહી પનીર ગોવિંદ ગટ્ટા કરી એક્ઝોટિક વેજિટેબલ લઝાનિયા હરી મુંગ કી દાલ કા તડકા અમૃતસરી કુલ્ચા, ફુલ્કા અને રાગીની રોટલી મોતીચુર ચીઝ કેક વિથ બ્લ્યૂ બેરી માલપુઆ સાથે લછ્છા રબડી સીઝનલ કટફ્રુટ અને ચા તથા કોફી  

10 જાન્યુઆરીએ સમિટના ઉદઘાટન બાદ પહેલી દિવસની બપોરે લંચમાં ટેસ્ટ ઓફ ભારત નામની થાળી પીરસાશે. તો સાંજે ટેસ્ટ ઓફ ગુજરાત થાળી પિરસવામાં આવશે. જેમા ખીચડી-કઢીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

11 જાન્યુઆરીએ બપોરે લંચમાં ટેસ્ટ ઓફ મિલેટ્સમાં બાજરી, બંટી, જુવાર, મકાઈ, રાગી સહિતના ધાનમાંથી તૈયાર થતી વાનગીઓ પિરસવામાં આવશે. આ દિવસે સાંજે પ્રોગ્રામની સાથે નેટવર્કિંગ ડિનરનું પણ આયોજન કરાયું છે. 

12 જાન્યુઆરીએ ટેસ્ટ ઓફ કાઠિયાવાડ થાળી મહેમાનોને ધરાવાશે. જેમાં લંચમાં રિંગણનો ઓળો અને બાજરીના રોટલાનો સમાવેશ થાય છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link