વધી જશે તમારી Take Home Salary! જો સ્વિકારી લેવામાં આવશે આ ભલામણ
જોકે શ્રમ મંત્રાલયે સંસદીય સમિતિને કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) કર્મચારી અને એપ્લોયર બંનેના અંશદાન 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરવાની ભલામણ આપી છે. તેનાથી કર્મચારીઓની સેલરીમાં વધારો થઇ જશે. પરંતુ પીએફમાં યોગદાન ઓછું થતાં પેંશનની રકમ ઓછી થઇ જશે.
જોકે આગામી વર્ષ એપ્રિલ 2021થી ખાનગી કંપનીમાં કામ કરનાર કર્મચારીઓની ટેક હોમ સેલરી (take-home salary) ઘટી શકે છે, કારણ કે કંપનીઓને નવા વેતન નિયમ (new wage rules) મુજબ કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવો પડશે. નવા વેતન નિયમો અનુસાર કોઇપણ કર્મચારીના ભથ્થા (allowances) કુલ ચૂકવણી (compensation)ના 50 ટકાથી વધુ ન હોય શકે. એટલે કે એપ્રિલ 2021થી કર્મચારીની બેસિક સેલરી (basic pay) કુલ સેલરી (Total Pay)ના 50 ટકા અથવા અથવા તેનાથી વધુ હશે.
સામાન્ય રીતે મોટાભાગના કંપનીઓ કર્મચારીઓનો પગાર નોન એલાઉન્ટ પાર્ટનો ભાગ 50 ટકાથી ઓછું રાખે છે, જેથી તે પોતાનું તેમને EPF અને ગ્રેજ્યુટીમાં ઓછું યોગદાન કરવું પડે અને તેમનો બોજો ઓછો થઇ શકે. સાથે જ કર્મચારીનો ટેક્સ લિયાબિટી (tax liability) પણ ઘટી જશે, કારણ કે કંપની કર્મચારી માટે પોતાના PF યોગદાના તેના CTC ( Cost-To-Company) માં ઉમેરી દેશે.
પરંતુ શ્રમ મંત્રાલયે એક તરફ ભલામણ સંસદીય સમિતિને આપી છે. શ્રમ મંત્રાલયનું કહેવું છે કે ઇપીએફઓ (EPFO)જેમ કે પેંશન ફંડને આગળ ચાલુ રાખવા અને વધુ વ્યવહારિક બનાવી રાખવા માટે ઉપલબ્ધ માળખામાં ફેરફાર કરવો પડશે. તેમાં 'Defined benefits' ના બદલે 'Defined contributions' સિસ્ટમને અપનાવતાં પીએફ સભ્યોને તેમના અંશદાન અનુસર બેનિફિટ મળશે, એટલે કે જેટલુ યોગદાન એટલો જ ફાયદો.
જો નવા વેતનમાન નિયમોની રોશનીમાં આ નવી સલાહને જોઇએ તો તે કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે જે પોતાની ટેક હોમ સેલરી વધુ ઇચ્છે છે. જોકે તેના પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.