EPFO: પગાર આવે છે અને પૈસા PFમાં જાય છે તો મળશે મોટા સમાચાર, બે મહીના પહેલા થઈ ગયું છે આ કામ
Investment: હવે નોકરિયાત લોકો માટે એક મોટા ખુશખબર મળી રહ્યાછે. વાસ્તવમાં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ઓગસ્ટ 2023 માં 16.99 લાખ સભ્યો ઉમેર્યા છે. નિયમિત પગાર પર નોકરી મેળવનારાઓ વિશે શુક્રવારે જાહેર કરાયેલા પેરોલ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. જેના કારણે ખબર પડી રહી છે કે લોકોને રોજગારી પણ મળી રહી છે.
શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વાર્ષિક ધોરણે આંકડાઓની સરખામણી કરવામાં આવે છે તો ઓગસ્ટ 2022ની સરખામણીમાં આ વર્ષે નેટ સભ્યોની સંખ્યામાં થોડો વધારો થયો હોવાનું જણાય રહ્યું છે. મહિના દરમિયાન 3,210 સંસ્થાઓએ તેમના કર્મચારીઓને પ્રથમ ECR (ઈલેક્ટ્રોનિક ચલણ કમ રિટર્ન) સબમિટ કરીને EPFOની સામાજિક સુરક્ષા યોજનાના દાયરામાં લાવ્યા છે.
આંકડા દર્શાવે છે કે ઓગસ્ટ 2023 દરમિયાન લગભગ 9.26 લાખ નવા સભ્યો નોંધાયા છે. EPFOમાં જોડાનાર 18-25 વર્ષની વયજૂથના યુવાનોનો હિસ્સો કુલ નવા સભ્યોમાં 58.36 ટકા છે. આ ડેટા દર્શાવે છે કે મોટા ભાગના પ્રથમ વખત નોકરી શોધનારાઓ સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ સાથે મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે.
નિયમિત પગાર પર નોકરી મેળવનારાઓનો ડેટા દર્શાવે છે કે બહાર ગયેલા લગભગ 11.88 લાખ સભ્યો EPFOમાં ફરી જોડાયા છે. આ દર વાર્ષિક ધોરણે 10.13 ટકા વધ્યો છે. આ સભ્યોએ તેમની નોકરી બદલી અને EPFO હેઠળની સંસ્થાઓમાં ફરી જોડાયા. ઉપરાંત, તેઓએ અંતિમ સમાધાન માટે અરજી કરવાને બદલે તેમની થાપણો ટ્રાન્સફર કરવાનું પસંદ કર્યું.
ડેટા એ પણ દર્શાવે છે કે છેલ્લા બે મહિનામાં EPFOમાંથી બહાર નીકળનારા સભ્યોની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. માહિતી અનુસાર જુલાઈ 2023 દરમિયાન લગભગ 3.43 લાખ મહિલા સભ્યો EPFO સાથે જોડાઈ હતી. લગભગ 2.44 લાખ મહિલા સભ્યો પ્રથમ વખત સામાજિક સુરક્ષાના દાયરામાં આવી છે.
રાજ્યવાર વિશ્લેષણ દર્શાવે છે કે મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને હરિયાણામાં સૌથી વધુ વધારો થયો હતો. આ રાજ્યોમાં ઓગસ્ટમાં મળીને 9.96 લાખ સભ્યો વધ્યા છે, જે કુલ નવા સભ્યોના 58.64 ટકા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આંકડાઓ કામચલાઉ છે, કારણ કે ડેટા એકત્રિત કરવો એ સતત પ્રક્રિયા છે.