Esha Gupta Bold Films: આશ્રમ-3 માં બોલ્ડ બની ઈશા ગુપ્તા, આ ફિલ્મોમાં કરી બોલ્ડનેસની તમામ હદ પાર
આશ્રમ-3 વેબ સિરીઝ હાલ ખુબ જ ચર્ચામાં છે. તેના કરતા પણ વધારે ચર્ચામાં અભિનેત્રી ઈશા ગુપ્તા. આશ્રમ-3ના ટ્રેલરમાં કેટલીક સેકેન્ડ માટે જ ઈશા ગુપ્તાનો બોલ્ડ અવતાર જોવા મળે છે. આ ગણતરની સેકન્ડમાં જ એવા એવા બોલ્ડ સીન આપ્યા છે કે જેને જોઈને ફેન્સ ઓળઘોળ થઈ ગયા છે.
આશ્રમ-3 વેબ સિરીઝ 3 જૂને રિલીઝ થવાની છે. પરંતુ તે પહેલાં ઈશા ગુપ્તાના રોલની સતત ચર્ચા થઈ રહી છે. બદનામ બાબા નિરાલા એટલે કે બોબી દેઓલની સાથે ઈશા ગુપ્તાનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે. પરંતુ આ પહેલાં પણ આવા બોલ્ડ સીનથી ઈશા હોટનેસનો તડકો લગાવી ચૂકી છે.
સૌથી પહેલાં ઈશા ગુપ્તા ઈમરાન હાશમી સાથે જોવા મળી હતી. જન્નત-2માં ઈમરાન હાશમી સાથે ઈશા ગુપ્તાએ બોલિવુડમાં એન્ટ્રી મારી હતી. જેમાં ઈમરાન હાશમી સાથેના કિસિંગ સીન્સ ફિલ્મ કરતા પણ વધુ ચર્ચામાં રહ્યા હતા.
ડેબ્યુ બાદ બોલીવુડની વધુ એક ફિલ્મમાં ઈશા ગુપ્તા ઈમરાન હાશમી સાથે જોવા મળી. રાજ 3ડી ફિલ્મમાં ઈમરાન સાથે ઈશા ગુપ્તાએ ફરી કેમેસ્ટ્રી જમાવી હતી. જેમાં ઈમરાન સાથે ઈશાએ દરેક પ્રકારના ઈન્ટીમેન્ટ સીન આપ્યા હતા.
ના માત્ર ઈમરાન હાશમી જ પણ બોલિવુડના બીજા જાણીતા અભિનેતાઓ સાથે પણ ઈશા ગુપ્તા કેમેસ્ટ્રી જમાવી ચૂકી છે. ફિલ્મ ચક્રવ્યૂહમાં અર્જુન રામપાસ સાથે ઈશા ગુપ્તા જોવા મળી હતી. આ ફિલ્મમાં બોલ્ડ સીન આપવામાં ઈશા ગુપ્તાએ તમામ હદ વટાવી હતી. જો કે દર્શકોને ઈશાનો આ અંદાજ પણ ખુબ પસંદ આવે છે.