PHOTOS: કોરોના મહામારીમાં એક વિશાળકાય જહાજે કેવી રીતે આખી દુનિયાના શ્વાસ કર્યા અદ્ધર, તસવીરોમાં જાણો

Wed, 07 Apr 2021-5:41 pm,

કન્ટેનર શિપ એવર ગિવન પનામાનું જહાજ હતું. આ જહાજને 2018માં  બનાવવામાં આવ્યું હતું. જેને તાઈવાની ટ્રાન્સપોર્ટ કંપની એવરગ્રીન મરીન સંચાલિત કરતી હતી. કન્ટેનર શિપ ચીનથી માલ લાદ્યા બાદ નેધરલેન્ડના પોર્ટ રોટરડેમ માટે રવાના થયું હતું. જેણે હિન્દ મહાસાગરથી યુરોપ જવા માટે સુએઝ નહેરનો રસ્તો પસંદ કર્યો. પરંતુ મંગળવારે (23 માર્ચ) સવારે સ્થાનિક સમય મુજબ 7.40એ સુએઝ પોર્ટની ઉત્તરમાં ફસાઈ ગયું. રિપોર્ટ મુજબ એવર ગિવનના ચાલક દળે જણાવ્યું કે સુએઝ નહેરને પાર કરતી વખતે એક જોરદાર તોફાન આવ્યું જેના કારણે શિપ ઘૂમી ગયું. ત્યારબાદ તેને સીધું કરવાનો પ્રયત્ન કરાયો તો તેણે નહેરની પહોળાઈમાં ઘૂમી જઈને ટ્રાફિક જ રોકી લીધો. 

આ જહાજ પર 20124 કન્ટેઈનર આવી શકે છે. તેને Ever Given Marine કંપની ઓપરેટ કરે છે. આ જહાજ દુનિયાના સૌથી મોટા જહાજોમાંથી એક છે. કન્ટેનર પર જો તમે ઊભા રહી જાઓ તો કીડી જેવા લાગશો. તેનાથી અંદાજો લગાવી શકાય કે શીપની સાઈઝ કેટલી ભીમકાય છે. 

જો ટાઈટેનિકને પણ તેની બાજુમાં ઊભું રાખવામાં આવે તો તે નાની નાવડી જેવું લાગશે. અમેરિકાના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી પણ તે નાનું રહેશે. 

વાત જાણે એમ છે કે સુએઝ કેનાલની ઊંડાણ વચ્ચે જ છે. કિનારા સાઈડ વધુ ઊંડી નથી. અને  ત્યાં જ જહાજ ફસાઈ ગયું. તેને કાઢવા માટે જેસીબીથી ખોદકામ કરવામાં આવ્યું જેથી કરીને રેતીમાંથી બહાર કાઢી શકાય. 

સુએઝ કેનાલમાં લાંબો જામ લાગવાના કારણે અમેરિકાએ ઈજિપ્તમાં મદદ મોકલવાની વાત કરી.

સુએઝ કેનાલના કારણે ઈન્ડિયન ઓશનથી નેધરલેન્ડ્સનું અંતર કાપવામાં સમય બચે છે. શીપ જ્યારે આ રસ્તે જાય છે તો મુસાફરીમાં 8થી 10 દિવસ બચે છે. આવું ન કરે તો આફ્રીકા ફરીને જવું પડે. 

સુએઝ કેનાલ ઈજિપ્તની અર્થવ્યવસ્થા માટે મોટો સ્ત્રોત છે. ઈજિપ્તને ટ્રાન્ઝિટ ફી તરીકે 5 કરોડ ડોલર મળે છે. જે ખુબ મોટી રકમ કહેવાય.

મોટા જહાજ ફસાવવાના કારણે લગભઘ 370 જહાજ ફસાઈ ગયા હતા. તેનાથી માત્ર સામાનની અવરજવર રોકાઈ હતી એટલું જ નહીં પરંતુ નોર્થ અમેરિકા અને એશિયામાં સામાન રાખવા માટે કન્ટેનરની પણ કમી થઈ ગઈ હતી. કારણ કે મોટાભાગના કન્ટેઈનર જહાજો પર લદાયેલા હતા.   

સુએઝ કેનાલમાં ખુબ પવન ફૂકાઈ રહ્યો હતો. 29 માર્ચે ઓફિસરોએ તેનો ફાયદો લેવાનું વિચાર્યું.  સુએઝ કેનાલ મેડિટેરિનિયન સમુદ્રને રેડ સી સાથે જોડે છે. 

અને 14 ટગ બોટની તાકાત કામે લગાવીને જહાજનું મોઢું વાળ્યું. જેના કારણે રસ્તો ખુલી ગયો. ત્યારબાદ જહાજને લઈને ચેક કરાયું. 

રસ્તો ખુલ્યા બાદ આખી દુનિયાએ રાહતના શ્વાસ લીધા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link