આ 3 કંપનીઓના શેર તમારી પાસે છે? ફાયદા માટે તૈયાર થઈ જાઓ...તમને મળવાના છે પૈસા
Ex Dividend Today: શેર બજારમાં પૈસા રોકતા રોકાણકારોને અનેક પ્રકારે પૈસા કમાવવાની તકો મળતી હોય છે. જેમાં ડિવિડન્ડ પણ એક પ્રકારનો વિકલ્પ છે. અનેક કંપનીઓ બિઝનેસ અપડેટ તરીકે ડિવિડન્ડ આપતી હોય છે. કંપનીઓને જ્યારે નફો થાય છે ત્યારે અનેકવાર તેઓ રોકાણકારોને ખુશ કરવા માટે ડિવિડન્ડની ભેટ આપે છે. આજનો દિવસ એટલે કે 8 તારીખ એવી અનેક કંપનીઓના વચગાળાના ડિવેન્ડની એક્સ ડેટ છે.
Sun TV Network: કંપનીએ પોતાના રોકાણકારોને ડિવિડન્ડનો ફાયદો આપ્યો છે. કંપનીએ 3 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરના દરથી વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આજે તેની એક્સ ડેટ છે. આ કંપનીઓએ રોકાણકારો માટે ડિવિડન્ડની જાહેરાત કરી હતી. જાણો આ કંપનીઓ વિશે...ચેક કરો આ કંપનીઓના શેર તમારી પાસે છે કે નહીં.
Prima Plastics: કંપનીએ 2 રૂપિયા પ્રતિ શેરના દરથી વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આજે તેની એક્સડેટ છે. જે રોકાણકારો પાસે આ કંપનીના શેર હશે તેમને ડિવિડન્ડનો ફાયદો મળશે. એટલે કે જે રોકાણકારોના ખાતા એટલે કે ડીમેટ એકાઉન્ટમાં આ તારીખ સુધીમાં આ કંપનીઓના શેર હશે ફક્ત તેમને જ ડિવિડન્ડનો ફાયદો મળશે.
Indian Metals & Ferro Alloys: કંપનીએ 15 રૂપિયા પ્રતિ શેરના દરથી વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. રોકાણકારોને દરેક શેર પર 15 રૂપિયા વધારાનો ફાયદો થશે. આમ રોકાણકારોને આ ફાયદો થવાની સંભાવના છે.
એક્સ ડેટ રોકાણકારો અને કંપની બંનેની રીતે ખુબ જરૂરી હોય છે. એક્સ ડેટ પહેલા કંપનીઓની બેલેન્સશીટમાં જે રોકાણકારોનું નામ હોય છે ફક્ત તેમને જ ડિવિડન્ડનો ફાયદો મળે છે. તમને આ મોટો લાભ કરાવી શકે છે.
ડિવિડન્ડ મોટાભાગે શેર હોલ્ડર માટે કોઈ કંપનીમાં તેમના રોકાણ માટે એક ભેટ સ્વરૂપે હોય છે. ડિવિડન્ડ પેમેન્ટ કંપની પર પોઝિટિવલી રિફ્લેક્ટ થાય છે. ડિવિડન્ડ રોકાણકારોના ભરોસાને જાળવી રાખવામાં મદદ કરે છે.