Photos: ભગવાન બુદ્ધિ વહેંચતા હતા ત્યારે આ ક્યાં હતા, જોઈ લેજો આ અકકલના ઓથમીરોને
આ એસ્કેલેટર પર ચડીને તમે ક્યાં જશો? તમે નીચેથી ઉપર આવશો, પણ એન્જીનિયર બાબુને જ પૂછો કે એ પછી ક્યાં જવાશે?
હવે તમે તેને શું કહેશો? એન્જિનિયરે પંખાની વચ્ચે પ્રોજેક્ટર લગાવ્યું. આ પ્રોજેક્ટર પંખો ચાલુ થતાં જ ટુકડા થઈ જશે.
જેણે આ ટેલિફોન બૂથ બનાવ્યું, તેના દિમાગને સો તોપોની સલામી. આ તસવીર કોલંબિયામાં કેપ્ચર કરવામાં આવી છે. આટલી ઊંચાઈથી કોઈ કોઈને કેવી રીતે ફોન લગાવશે, એ વિચારવા જેવી વાત છે.
દરેક પર નજર રાખવા માટે આ એન્જિનિયરે સીસીટીવી લગાવ્યા છે પરંતુ તેના પર સીધો બ્લોક લગાવી દીધો. જ્યારે તમે આ બ્લોક સામે મૂકો છો તો સીસીટીવી લગાવવાનો મતલબ શું?
આ બ્રિજનું શું કામ છે, તમારે એન્જિનિયરને પૂછવું પડશે. બ્રિજનું કામ એટલા માટે કરવામાં આવે છે કે નીચે હાજર અવરોધને સરળતાથી પાર કરી શકાય. પણ કદાચ આ જગ્યાએ આવી કોઈ જરૂર ન હતી.
આને કહેવાય દિમાગ. ઈજનેરે ઘડિયાળ તો લગાવી પણ તેની સામે એક પોલ પણ મૂક્યો. પરિણામ એ આવ્યું કે માત્ર અડધી ઘડિયાળ દેખાય હતી. જો કે, સસ્તી ડીગ્રી ધરાવતા ઈજનેરે તેનો પણ તોડ કાઢ્યો છે.
સિંકનું કામ નળના પાણીને કેપ્ચર કરવાનું છે, પરંતુ એવું લાગે છે કે આ સિંક આ હેતુ માટે બનાવવામાં આવ્યો ન હતો. તમામ નળનું પાણી નીચે પડી રહ્યું છે.
જુઓ આ બુદ્ધિશાળી એન્જિનિયરનું પરાક્રમ. આ બાળકોની સ્લાઈડ તેમને ઉપરથી નીચે લાવશે પણ તેમને સીધા ખાડામાં નાખી દેશે.
આ યુએસ પાર્કમાં પ્રવેશવા માટે પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ સાઈડમાંથી કોણ તેને પાર કરીને નહીં જાય. આ લોકો અકકલના ઓથમીરો છો
આ રેસ્ટોરન્ટમાં દિવ્યાંગો માટે શૌચાલય બનાવ્યું છે, પરંતુ તેમાં જવા માટે તમારે સીડીઓ પાર કરવી પડશે.