US ના સૌથી પોશ વિસ્તારમાં રહે છે અફઘાનિસ્તાનના ફરાર રાષ્ટ્રપતિ અશરફ ગનીના પુત્ર, મહેલ જેવા ઘરના જુઓ PICS

Wed, 25 Aug 2021-2:48 pm,

વ્યવસાયે અર્થશાસ્ત્રના પ્રોફેસર તારેક ગની જે ઘરમાં રહે છે તેની કિંમત કરોડોમાં છે. ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ 2018માં તેમણે આ ઘર 7 કરોડ રૂપિયા કરતા વધુ કિંમતે ખરીદ્યુ હતું. જેની કિંમત હવે વધી ગઈ છે. તારેક અને તેમની પત્ની એલિઝાબેથ પિયર્સન એક પાવર કપલ છે.

અશરફ ગનીના પરિવારે અફઘાનિસ્તાનથી દૂર રહીને હંમેશા આલીશાન જિંદગી જીવી છે. તેમના પુત્ર તારેક અને પુત્રી મરિયમ અમેરિકામાં જન્મ્યા અને લેબનની માતા રૂલા સાથે હંમેશા વિદેશમાં જ રહ્યા. તારેક અને મરિયમે યુવાવસ્થા અગાઉ ક્યારેય અફઘાનિસ્તાનનો પ્રવાસ કર્યો નહતો. તારેકે ઈન્ટરનેશનલ સિક્યુરિટીમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું અને ત્યારબાદ કેલિફોર્નિયા યુનિવર્સિટી બર્કલેથી માસ્ટર્સ અને પીએચડી  કર્યું. 

તારેકનું આ ઘર 3 બેડરૂમ અને 3 બાથરૂમવાળુ છે. ઘરનું બધુ ફર્નિચર અને ડેકોરેશન ખુબ કિંમતી છે. 

સ્ટેનફોર્ડથી ગ્રેજ્યુએશન કર્યા બાદ તારેકે અફઘાનિસ્તાનમાં રહીને પિતા અશરફ ગની સાથે થોડા દિવસ કામ કર્યું હતું. તેઓ એક વર્ષ જેટલું અફઘાનિસ્તાનમાં રહ્યા હતા. 

કથિત રીતે અશરફ ગની પોતાની સાથે 169 મિલિયન ડોલર (12 અબજ રૂપિયા કરતા વધુ) કેશ અને 4 કાર લઈને કાબુલથી ભાગ્યા છે. તેઓ યુએઈમાં રહે છે. આ બાજુ તેમનો પુત્ર હાલમાં જ લોગાન સર્કલ એરિયામાં આરામથી બેઠેલો જોવા મળ્યો હતો. તે ખુબ જ મોંઘા કપડાં અને વોચ પહેરેલો જોવા મળ્યો. ડેઈલી મેઈલે જ્યારે તેમની પાસે અફઘાનિસ્તાન વિશે પ્રતિક્રિયા માંગી તો તેમણે ના પાડી દીધી. 

તારેક અને તેમની બહેન મહિયમ અનેક વર્ષો સુધી અફઘાનિસ્તાનથી નિર્વાસિત રહ્યા. તાલિબાનનું શાસન ખતમ થયા બાદ 2002માં તેમના પિતા અશરફ ગની નાણામંત્રી બન્યા અને ત્યારબાદ 2014, 2019માં રાષ્ટ્રપતિ બન્યા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link