Most Expensive Divorce: બીજે લફરું કરવાનું આ ક્રિકેટરને પડ્યું ભારે, છૂટાછેડા માટે આપવા પડ્યાં 300 કરોડ!
ઑસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કપ્તાન માઈકલ ક્લાર્કના લગ્ન વર્ષ 2012માં થયા હતા. જોકે તેના 7 વર્ષ પછી બંનેએ પોતાનો રસ્તો અલગ કરી દિધો. બંનેની કેલ્સી લી નામની એક પુત્રી પણ છે. આ કપલે કોર્ટ બહાર જ લગ્ન પર પૂર્ણવિરામ લાવવાનો નિર્ણય લીધો હતો.
વર્ષ 2018માં ઑસ્ટ્રેલિયન મીડિયાથી મળેલી ખબરો અનુસાર માઈકલ ક્લાર્કનું તેની અસિસ્ટન્ટ સાથે અફેયર હતું. સાશા આમ તો ક્લાર્કની ક્રિકેટ અકાદમીનું કામકાજ સંભાળે છે પરંતુ ફ્રી ટાઈમમાં બંને એકબીજા સાથે વધુ સમય વીતાવવાનું પસંદ કરે છે.
અગાઉ બંનેની કેટલીક તસવીરો લીક થઈ હતી જેમાં એક લક્ઝરી યૉટમાં બંને આડા પડેલા હતા. સોશિયલ મીડિયામાં ફોટોઝ વાયરલ થયા પછી ક્લાર્કના જીવનમાં જાણે તોફાન આવી ગયું. ક્લાર્કે અફેયર અંગે એ વખતે કોઈ પણ નિવેદન નહોતુ આપ્યું.
ઑસ્ટ્રેલિયન મીડિયાના જણાવ્યા અનુસાર ક્લાર્કના છૂટાછેડા 40 મિલિયન ડૉલર એટલે કે લગભગ 300 કરોડ રૂપિયામાં થયા હતા. માઈકલ ક્લાર્કે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી અલગ રહેતા હવે અમે નિર્ણય લીધો છે હવે આપણે અલગ જ થઈ જઈએ.
આપને જણાવી દીઈએ કે માઈકલ ક્લાર્કને પોતાની કપ્તાની દરમિયાન 2015માં વિશ્વ કપ અપાવ્યો. માઈકલ ક્લાર્કે દેશમાં 115 ટેસ્ટ, 245 વન ડે અને 34 ટી 20 મેચ રમી છે. ક્લાર્કે ટેસ્ટ ક્રિકેટમાં 8 હજાર 643 રન જ્યારે વન ડેમાં 8 હજાર રન બનાવ્યા છે.