આડા સંબંધનો કરૂણ અંજામ...નાની ઉંમરના યુવક સાથે મજા માણવી પત્નીને ભારે પડી, PICSમાં જુઓ પતિએ શું કર્યું
આ મામલો ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાનો છે. કહેવાય છે કે કિનર યાદવ નામનો એક વ્યક્તિ પ્રયાગરાજમાં નોકરી કરતો હતો. લોકડાઉનમાં તેણે ઘરે પાછા ફરવું પડ્યું અને વિસ્તારમાં જ કઈક કામ કરવા લાગ્યો. આ બધા વચ્ચે તેને ખબર પડી કે તેની પત્ની વિમળા પાડોશી યુવક રવિકાન્ત સાથે સંબંધ ધરાવે છે. આ અંગે અનેકવાર ઝઘડા પણ થયા.
કિનરના જણાવ્યા મુજબ જ્યારે તે કામ પર જતો ત્યારે પાડોશી યુવક ઘરમાં ઘૂસી જતો અને આખો દિવસ ઘરમાં રહેતો. આથી તેણે યુવકને રંગેહાથ પકડવાની યોજના બનાવી. તે કામથી બહાર નીકળ્યો અને કામ પર ન ગયો અને ઘરની પાસે જ છૂપાઈ ગયો. જેવો તે ઘરમાંથી નીકળ્યો કે તે પાડોશી યુવક તેના ઘરમાં ઘૂસી ગયો હતો.
આ જોઈને પતિ કિનર ધૂંધવાયો અને ધારદાર હથિયાર લઈને ઘરમાં ઘૂસ્યો. ગુસ્સામાં તેણે યુવક પર હુમલો કરવાની કોશિશ કરી પરંતુ પત્ની વચ્ચે આવી ગઈ. આ બધા વચ્ચે તે યુવક ભાગી ગયો. ત્યારબાદ કિનરે પત્નીનું માથું વાઢી નાખ્યું.
વાત આટલે ન અટકી. તે પત્નીનું માથું હાથમાં પકડીને જાહેરમાં જ હલાવતો હલાવતો પોલીસ સ્ટેશન તરફ ચાલવા લાગ્યો. એક હાથમાં હથિયાર અને બીજા હાથમાં માથું. જેણે પણ જોયું તેના હાજા ગગડી ગયા. વ્યક્તિ કપાયેલું માથું લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો.
પોલીસ સ્ટેશનમાં પણ લોકોના હોશ ઉડી ગયા. વ્યક્તિએ માથુ અને હથિયાર જમીન પર રાખ્યા અને પોતે ખુરશીમાં બેઠો. ત્યારબાદ પોલીસને જણાવવા લાગ્યો કે તે પરેશાન થઈ ગયો હતો. બાળકો શાળાએ જતા રહેતા હતા ત્યારબાદ બાદ પત્ની પાડોશી યુવકને બોલાવી લેતી હતી. તે કામ અર્થે બહાર રહેતો હતો. અનેકવાર સમજાવી પણ ન માની આથી તેણે આ પગલું ઉઠાવ્યું. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો.