ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી : વાવાઝોડા જેવો પવન ફૂંકાશે
ગુજરાતમાં આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ ગુજરાતમાં ક્યાંય વરસાદની આગાહી નથી, માત્ર દક્ષિણ ગુજરાત યલો એલર્ટમાં છે. આજે વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગરહવેલી માં આગાહી છે.
તો આવતીકાલે શુક્રવારે સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના અતિભારે વરસાદની આગાહી છે. 28 જુલાઈએ નવસારી, વલસાડ,દમણ અને દાદરાનગરહવેલી માં અતિભારે વરસાદની આગાહી છે. સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, એક શેર ઝોન છે જેના કારણે 2 દિવસ વરસાદ રહેશે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 45 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે.