Oily Skin Care: ગરમીના કારણે ચહેરો આખો દિવસ ઓઈલી રહેતો હોય તો અપનાવો આ ઘરેલુ ટીપ્સ

Sat, 01 Jun 2024-9:31 am,

ગરમીના કારણે સ્કીન ઓઇલી અને ડલ રહેતી હોય તો ચહેરા પર મોસ્ચરાઇઝર લગાડવું જોઈએ જેથી ત્વચા પર તાજગી રહે. તો ત્વચાને મોસ્ટરાઈઝ કરવામાં ન આવે તો પરસેવો પણ વધારે થાય છે. 

ઘણા લોકો ઉનાળામાં પણ મેકઅપ વધારે કરે છે જેના કારણે ત્વચા ખરાબ થઈ જાય છે. તેથી ઉનાળામાં શક્ય હોય ત્યાં સુધી મેકઅપ અવોઇડ કરો અને જો કરવો જ પડે તો મેકઅપ કરતા પહેલા ચહેરા પર એલોવેરા અને પપૈયાનો ફેસપેક  અથવા તો બરફ લગાડવો. 

ઉનાળામાં ત્વચાની તાજગી જાળવી રાખવી હોય અને ઓઇલ કંટ્રોલ કરવું હોય તો ચહેરા પર ચિયા સીડ અને કેળાનું ફેસ માસ્ક લગાડવું જોઈએ. આ માસ્ક એન્ટી એજિંગ એજન્ટ તરીકે કામ કરશે અને ડાઘ પણ દૂર કરશે. 

ઉનાળામાં ઓઇલ ફ્રી ત્વચા માટે હળદર અને ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકાય છે. ચણાના લોટમાં ચપટી હળદર ઉમેરીને ત્વચા પર લગાડશો તો આખો દિવસ ચહેરો ચમકતો રહેશે. 

વારંવાર ચેહરાની ત્વચાને સ્પર્શ કરવાથી પણ સમસ્યા વધે છે. તેનાથી હાથની ગંદકી ચહેરાની સ્કીનને પણ ખરાબ કરે છે. જો તમને પણ વારંવાર ચેહરાને હાથની આદત હોય તો આદતને બદલો. આ સિવાય જો વધારે ઓઇલ ચહેરા પર જણાતું હોય તો ટીશુ પેપરથી ડેબ કરીને ઓઇલને ચહેરા પરથી હટાવો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link