સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કોરોનાના આ 7 સમાચાર-Photos છે સાવ ખોટા
દાવો - કોવિડ-19ની દવા મળી ગઈ છે હકીકત - આ કોરોનાની દવા નથી, તપાસ કિટ છે.
દાવો - એક કપલ જેઓએ 134 કોરોનાના પીડિતોની સારવાર કર્યા બાદ સંક્રમણનો શિકાર થઈ ગયા છે. હકીકત - આ તસવીર કોઈ ડોક્ટર કપલની નથી. આ ફોટો એરપોર્ટ પર એક કપલની છે.
દાવો - ઈટલીમાં કોરોના વાયરસની બીમારીથી મરી રહેલા લોકોની લાશ રસ્તા પર પડી રહી છે. કોરોનાના સંક્રમણના ખૌફથી બચવા માટે પરિવારના લોકો અંતિમ સંસ્કાર કરી નથી રહ્યાં. હકીકત - આ ફોટો 2011માં રિલીઝ થયેલી થયેલ એક ઈંગ્લિશ ફિલ્મ કાંટેજિઅનનો સીન છે.
દાવો - રશિયામાં રાષ્ટ્રપતિ પુતિને લોકડાઉન કરવા માટે રસ્તા પર 500 સિંહ છોડવાનો આદેશ કર્યો છે. હકીકત - આ ફોટો એક ફિલ્મનો સીન છે.
દાવો - ડોક્ટર રમેશ ગુપ્તાની પુસ્તક જંતુ વિજ્ઞાનમાં કોરોનાની સારવાર છે. હકીકત - આ ખોટું છે.
દાવો - કોરોના વાયરસથી મુશ્કેલ સમયને જોતા જિયો કંપનીએ પોતાના યુઝર્સને 498 રૂપિયાનું ફ્રી રિચાર્જ આપી રહી છે. હકીકત - જિયો કંપનીએ આવો કોઈ દાવો કર્યો નથી
દાવો - ઈટલીમા કોરોનાથી મરનારાઓની લાશ અનેક કોફીનમાં રાખવામાં આવ્યા છે. તેઓને પરિવારવાળા લેવા માટે નથી આવી રહ્યાં. હકીકત - આ ફોટો 7 વર્ષ જૂની ઘટનાની તસવીર છે, કોરોનાનો તેની સાથે કોઈ સંબંધ નથી.